ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#સ્નેકસ
લોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તો.. સાબુદાણા વડા ને ડોન્ટ્સ નું શેપ આપી,એર ફ્રાયર માં હાફ બેક કરી, પછી ગરમ તેલમાં તળા છે.
આ રેસીપી ની બીજી વિશેષતા..
આખા સાબુદાણા ને મિક્સર માં પીસી ને લોટ તૈયાર કરી ને બનાવેલ છે.

ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)

#સ્નેકસ
લોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તો.. સાબુદાણા વડા ને ડોન્ટ્સ નું શેપ આપી,એર ફ્રાયર માં હાફ બેક કરી, પછી ગરમ તેલમાં તળા છે.
આ રેસીપી ની બીજી વિશેષતા..
આખા સાબુદાણા ને મિક્સર માં પીસી ને લોટ તૈયાર કરી ને બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપસાબુદાણા
  2. ૧/૨કીલો બાફેલા બટાકા
  3. ૧/૪ કપશીંગદાણા નો જાડો ભૂકો
  4. ૧/૪ કપસમારેલી કોથમીર
  5. ૨ ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  6. ૧ ટેબલ સ્પૂનબુરું ખાંડ
  7. નાનું લીંબુ નો રસ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ ગ્રીસ અને તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા (એમાં થી ૨-૩ ટેબલ ચમચી કાઢી ને) મિક્સર માં દરદરુ પીસી લો. પછી આ સાબુદાણા નું લોટ અને એમાં થી કાઢેલા આખા સાબુદાણા ને ભેળવી ને ડુબે તેટલું પાણી માં ૧ -૨ કલાક પલાળી રાખો.

  2. 2

    પછી એમાં બાફેલા બટાકા નું માવો, શીંગદાણા નો જાડો ભૂકો, સમારેલી કોથમીર, આદુ મરચાં ની પેસ્ટ, બુરું ખાંડ,મીઠું અને લીંબુનો રસ નાખીને બરોબર મિક્સ કરો.

  3. 3

    આ સાબુદાણા- બટાકા નું મિશ્રણ માં થી ચપટા વડા બનાવીને ડોન્ટ્સ નું શેપ આપવો.

  4. 4

    દરેક પર ચારે બાજુ થી તેલ લગાડી ને પ્રિ હીટ એર ફ્રાયર માં ૧૮૦ તાપમાન પર ૫ મિનિટ,બનાવેલ ફરાળી ડોન્ટ્સ હાફ બેક કરો.

  5. 5

    જરાક ઠંડા થાય એટલે ગરમ તેલમાં મધ્યમ તાપે ગુલાબી રંગ ના તળવા.

  6. 6

    સ્વાદિષ્ટ ફરાળી ડોન્ટ્સ ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes