વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ (Veg. Stuffed bread recipe in Gujarati)

Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee

#વિકમીલ૧ #માઇઇબુક
બ્રેડ એ સૌથી જૂની અને સૌથી વધુ લોકપ્રિય તૈયાર ખોરાક માંથી એક છે. ઘણી સંસ્કૃતિઓમાં, બ્રેડ મૂળભૂત આવશ્યકતાઓ અને જીવનનિર્વાહની પરિસ્થિતિઓ માટે અનિવાર્ય ઘટક છે. બ્રેડ ઘઉં-મેંદાના લોટના કણકમાંથી બનાવવામાં આવે છે જેમાં યીસ્ટ નાખી ફુલાવવામાં આવે છે, અને અંતે તેને નાની ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. બ્રેડ બદામ, ચોખા, જુવાર, મકાઈ અથવા કઠોળ જેવા વિવિધ ઘટકોમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ ફ્લોરમાં ગ્લુટન ન હોવાને કારણે તેઓ યોગ્ય આકાર પકડી શકશે નહીં. અહીં મેં ઘઉંના લોટમાંથી વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ બનાવી છે અને તેને કૂકરમાં બેક કરી છે. #બ્રેડ #સ્ટફ્ડબ્રેડ #ઘઉ

વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ (Veg. Stuffed bread recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#વિકમીલ૧ #માઇઇબુક
બ્રેડ એ સૌથી જૂની અને સૌથી વધુ લોકપ્રિય તૈયાર ખોરાક માંથી એક છે. ઘણી સંસ્કૃતિઓમાં, બ્રેડ મૂળભૂત આવશ્યકતાઓ અને જીવનનિર્વાહની પરિસ્થિતિઓ માટે અનિવાર્ય ઘટક છે. બ્રેડ ઘઉં-મેંદાના લોટના કણકમાંથી બનાવવામાં આવે છે જેમાં યીસ્ટ નાખી ફુલાવવામાં આવે છે, અને અંતે તેને નાની ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. બ્રેડ બદામ, ચોખા, જુવાર, મકાઈ અથવા કઠોળ જેવા વિવિધ ઘટકોમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ ફ્લોરમાં ગ્લુટન ન હોવાને કારણે તેઓ યોગ્ય આકાર પકડી શકશે નહીં. અહીં મેં ઘઉંના લોટમાંથી વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ બનાવી છે અને તેને કૂકરમાં બેક કરી છે. #બ્રેડ #સ્ટફ્ડબ્રેડ #ઘઉ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. બ્રેડ બનાવવા માટે
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૧ ટેબલસ્પૂનમેગી મસાલો
  4. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  5. ૧ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  6. ૧/૨ ટીસ્પૂનમીઠું
  7. ૧/૪ ટીસ્પૂનબેકિંગ સોડા
  8. ૧ ટેબલસ્પૂનતેલ
  9. ૧ ટેબલસ્પૂનદહીં
  10. ૨ ટેબલસ્પૂનપાણી
  11. વેજીટેબલ સ્ટફિંગ માટે
  12. ૧/૨ કપઝીણા સમારેલા કેપ્સીકમ ટામેટા ડુંગળી
  13. ૧ ટેબલસ્પૂનમેયોનીઝ
  14. ૧ ટેબલસ્પૂનસેઝવાન ચટણી
  15. ૨ ટેબલસ્પૂનતેલ
  16. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  17. ૧ ટીસ્પૂનઓરેગાનો
  18. ૧ ટીસ્પૂનમીઠું
  19. ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલ લો, તેમાં ઘઉંનો લોટ, બ્લેક પેપર પાઉડર, મેગી મસાલા, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ઉમેરો. બીજો બાઉલ લો, તેમાં તેલ અને દહીં નાંખો, તેને બરાબર મિક્સ કરી લઈ લોટના બાઉલમાં ઉમેરો. હવે પાણીનો ઉપયોગ કરીને પરાઠા જેવી કણક ઘૂંટી લો, તેને ૩૦ મિનિટ સુધી રેસ્ટ માટે ઢાંકીને રાખો.

    તે દરમિયાન એક સોસપેન લો, તેમાં સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં નાંખો, તેમાં તેલ, મરી પાઉડર, ઓરાગાનો અને મીઠું ઉમેરી સાંતળો. પછી તેને ઠંડુ થવા દો. તેમાં મેયોનેઝ અને સેઝવાન ચટણી ઉમેરો, તેમને બરાબર મિક્સ કરો

  2. 2

    તમારા હાથને તેલથી ગ્રીસ કરી કણકના ગોળા બનાવી લો, થોડો લોટ લઈ લંબગોળાકારમાં જાડા પરાઠા જેવુ વણી લો. તેના પર તેલ લગાવો, અડધા ભાગમાં વેજ-સ્ટફિંગ નાંખો, ઉપર થોડી ચીઝ છીણી નાખો. હવે પરાઠાને અર્ધવર્તુળમાં વાળી લો અને ધારને પાણીથી બરાબર સીલ કરો. ઉપર તેલ અથવા લગાડી, ઓરેગાનો છાંટો

  3. 3

    તાવેથા કે ચપ્પુની બુઠ્ઠી ધાર વડે બ્રેડને સંપૂર્ણ કાપ્યા વિના માર્ક કરો. પ્રીહિટેડ કૂકરમાં 10-15 મિનિટ માટે અથવા ગોલ્ડન બ્રાઉન રંગ ન આવે ત્યાં સુધી બ્રેડને બેક કરો. તો તૈયાર છે વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ!!!!!!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee
પર

Similar Recipes