ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780
શેર કરો

ઘટકો

બે કલાક
ત્રણ લોકો
  1. ૩ વાટકીરવો
  2. 2 વાટકીદહીં
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. 2ઈનો ના પાઉચ
  6. 1 વાટકીગાજર બારીક સમારેલું
  7. 1 વાટકીડુંગળી બારીક સમારેલી
  8. 1/2વાટકી કેપસીકમ મરચા સુધારેલા
  9. 1 વાટકીઆદુ મરચાની પેસ્ટ
  10. ૩ નંગબાફેલા બટેટા
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૨ ચમચીરાઈ
  13. ૧ ચમચીતલ
  14. 4 ચમચીતેલ
  15. 1 ચમચીહળદર
  16. પાંચ-છ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

બે કલાક
  1. 1

    ૩ વાટકી રવો લઈ તેમાં બે વાટકી દહીં ઉમેરો અને બરાબર મિક્સ કરો હવે તેને દસ પંદર મિનિટ સુધી ઢાંકીને રહેવા દો જેથી ફુલી જાય

  2. 2

    હવે એક કડાઈમાં એક ચમચી તેલ મૂકો તેલ આવી છે એટલે એક ચમચી રાઈ મૂકી દેવું ત્યારબાદ તેમાં ત્રણ ચાર મીઠા લીમડાના પાન ઉમેરો એક ચમચી હળદર અને આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળો

  3. 3

    પેસ્ટ સંતળાય જાય ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરો અને ડુંગળીને થોડી ચડવા દો બે મિનિટ પછી ગાજર કેપ્સીકમ મરચાં અને બાફેલા બટેટાનો છૂંદો કરીને તેમાં ઉમેરીને મિક્સ કરો ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર મિક્સ કરીને તેને બે મિનિટ રહેવા દો આ જે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ તેને બહુ ચડવા દેવાનો નથી

  4. 4

    સ્ટફિંગ ને થોડી વાર ઠરવા દો ત્યારબાદ તેના મુઠીયા વાળી લો. હવે રવાનું ખીરું તૈયાર કરેલું છે તેમાં મીઠું અને ઈનો ઉમેરીને બરાબર મિક્સ કરો.

  5. 5

    હવે ત્રણ સ્ટીલના ગ્લાસ લો તેની અંદર બરાબર તેલ લગાવો હવે રવાનું ખીરું તૈયાર કરેલું છે તે એક એક ચમચી ત્રણ એક ગ્લાસમાં ઉમેરો. ત્યારબાદ જે મુઠીયા વાડિયા છે તેને એક એક ગ્લાસમાં લઈ અને સેન્ટરમાં ઉભા રાખો અને તેમને ફરતી બાજુ ફરી પાછું રવાનો ખીરુ ઉમેરો આખો ગ્લાસ નથી ભરવાનો અડધો ગ્લાસ જ ભરવાનો છે કારણ કે આપણે તેને steam કરવા મૂકશો તો રવો ફૂલી જશે. હવે કુકરમાં થોડું પાણી લઈ તેને ગોઠવી તેના ઉપર ત્રણે ગ્લાસ ગોઠવી દો અને તેને દસ પંદર મિનિટ સુધી ગેસ પર ધીમા તાપે રહેવા દો કુકરનો ઢાંકણું ઢાંકવાનું છે બંધ નથી

  6. 6

    10 15 મિનિટ પછી ચેક કરી લેવાનું એ ઢોકળા steam થઇ ગયા છે કે નહી ત્યારબાદ તેમાંથી ગ્લાસ કાઢીને ઠરવા મૂકો ઠરી ગયા બાદ તેને બહાર કાઢી લો અને રોલ બહાર આવશે.

  7. 7

    હવે એક કડાઈમાં બે ચમચી તેલ લો અને 1 ચમચી રાઈ થી વઘાર કરો અને ચાર-પાંચ લીમડાના પાન ઉમેરો હવે ગેસ બંધ કરીને વઘારને ઠરવા દો. ત્યારબાદ તેમાં રોલને ફેરવો.

  8. 8

    ત્યારબાદ તેને કટરથી કટ કરીને મરચાની ચટણી સાથે સર્વ કરો જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધાને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

Similar Recipes