ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

પકરવઠા

#GA4
#Week24
Garlic
આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે.

ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)

પકરવઠા

#GA4
#Week24
Garlic
આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧ ટે. સ્પૂન તેલ
  3. ૧/૨ ટી. સ્પૂન મીઠું
  4. પાણી જરૂર મુજબ
  5. ૧/૨ કપવાટેલું લસણ
  6. ૨-૩ નંગલીલા મરચા ઝીણા સમારેલા
  7. ૧ સ્પૂનટે. લીલા ધાણા સમારેલા
  8. ૧ ટે. સ્પૂન ફુદીનો ઝીણો સમારેલો
  9. ૧ ટી. સ્પૂન ચીલી ફલેક્સ
  10. ૧/૪ કપમેલટેડ બટર
  11. ચપટીમીઠું
  12. ચપટીકાળા મરી નો પાઉડર
  13. ૧ ટે. સ્પૂન ઝીણું સમારેલું લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ઘઉંનો લોટ, તેલ અને મીઠું નાંખી જરૂર મુજબ પાણી ઉમેરી પરાઠા નો લોટ બાંધી લેવો.

  2. 2

    એક બાઉલ માં વાટેલું લસણ,લીલા મરચાં, લીલા ધાણા, ફુદીનો,ચીલી ફ્લેક્સ,લીલું લસણ,મીઠુ, મરી પાવડરને મેલટેડ બટર લઈ ચમચી થઈ બધું બરાબર હલાવી મીક્સ કરવું.

  3. 3
  4. 4

    બાંધેલા લોટ ને મસળી ને તેમાં થી એકસરખા ગોળા બનાવી લેવા.એક લુવો લઈ તેનો મોટું પરાઠું વણવું ઉપર ગાર્લીક બટર વાળું મિશ્રણ આખા પરાઠા પાર લગાવી લેવું.

  5. 5
  6. 6

    તેની પીઝા કટર થઈ ઉભી પટ્ટી ના કાપા પાડી ઉપર થોડો લોટ ભભરાવી તેને રોલ કરતા જય ને ગોળ લુઓ બનાવી તેને દબાવી ને હલકા હાથે પરાઠા વણી લેવા.અને તવા ઉપર બટર/ ઘી મૂકી બન્ને સાઈડ શેકી લેવા.આ જ રીતે બધા પરાઠા બનાવી લેવા.

  7. 7
  8. 8

    આ પરાઠા ને દહીં કે રાયતા સાથે ગરમ ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes