સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3

સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલા કોર્ન
  2. 1 ટેબલ સ્પૂનછીણેલું ગાજર
  3. 2 ટેબલસ્પૂનછીણેલી કોબી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ચપટીમરી પાઉડર
  6. 1/2 ટી સ્પૂનગ્રીન ચિલી સોસ
  7. 1/4 ટી સ્પૂનસોયા સોસ
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. 1 ટી સ્પૂનકોર્ન ફ્લોર
  10. 2 1/4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    1 વાસણ માં છીણેલા કોબી, ગાજર અને 2 કપ પાણી ઉમેરી ગેસ પર મૂકો. થોડું ઊકળે એટલે બાફેલા અને ચિલી કટર માં ક્રશ કરેલા સ્વીટ કોર્ન 1 કપ ઉમેરો.

  2. 2

    ઉભરો આવે એટલે 1/4 કપ પાણી માં કોર્ન ફ્લોર ઓગાળીને ઉમેરો. મીઠું, મરી, સોય સોસ, ચિલી સોસ અને ખાંડ ઉમેરી કૂક કરી લો. ઉભરો આવે અને સૂપ જાડો થઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લો.

  3. 3

    તૈયાર છે સ્વીટ કોર્ન સૂપ. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes