મગની દાળની ખસતા કચોરી ચાટ

Gayatri Mayur Darji
Gayatri Mayur Darji @cook_25197605

#પોસ્ટ_૨
#સુપરશેફ3
#મોનસૂન સ્પેશિયલ
વરસતા વરસાદમાં ગરમાગરમ ભજીયા અને દાળવડા ખાવાની મજા પડી જાય અને ભજીયા - દાળવડા બધાં બનાવતા જ હોય.પણ મેં ગરમાગરમ મગની દાળની ખસતા કચોરી ચાટ બનાવી છે. જે સૌને જરૂર પસંદ આવશે.

મગની દાળની ખસતા કચોરી ચાટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#પોસ્ટ_૨
#સુપરશેફ3
#મોનસૂન સ્પેશિયલ
વરસતા વરસાદમાં ગરમાગરમ ભજીયા અને દાળવડા ખાવાની મજા પડી જાય અને ભજીયા - દાળવડા બધાં બનાવતા જ હોય.પણ મેં ગરમાગરમ મગની દાળની ખસતા કચોરી ચાટ બનાવી છે. જે સૌને જરૂર પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૨ ચમચીસોજી (રવો)
  3. ૧ વાટકીમગની મોગર દાળ
  4. ૩ ચમચીચણાનો લોટ
  5. ૧ ચમચીઆખા ધાણા અધકચરા વાટેલા
  6. ૧ ચમચીવરિયાળી
  7. ૧/૨ નંગલીંબુ
  8. મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો સ્વાદ અનુસાર
  9. તેલ તળવા માટે
  10. ઝીણી સમારેલી ડુંગળી
  11. ઝીણી સમારેલી કોથમીર
  12. ઝીણી સેવ
  13. લીલી ચટણી
  14. ખજૂર - આંબલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૂરણ બનાવવા માટે મગની મોગર દાળને ૨ થી ૩ વાર પાણીથી ધોઈ ૨ કલાક માટે પલાળી રાખો.ત્યારબાદ દાળનું બધું પાણી નિતારી લઈ તેને મિક્સર જારમાં નાખી ૧ વાર ૩ થી ૪ સેકંડમાં પીસી લો.

  2. 2

    ગેસ પર કડાઈ મૂકી તેમાં ૨ થી ૩ ચમચી તેલ નાખી, તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરો.જીરું કકળી જાય એટલે તેમાં અધકચરા વાટેલા ધાણા નાખી ચણાનો લોટ ઉમેરી સુગંધ આવે ત્યાં સુધી ૨ થી ૩ મિનિટ લોટને શેકાવા દો.

  3. 3

    હવે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરી લો.મગની મોગર દાળ ઉમેરી બધુ બરાબર મિક્સ કરી તેમાં વરિયાળી અને લીંબુનો રસ ઉમેરી લો.

  4. 4

    મિશ્રણ કોરું (છૂટું) પડે ત્યાં સુધી ધીમી આંચે સતત હલાવતા રહેવું.મિશ્રણ કોરું પડે એટલે ગેસ બંધ કરી કડાઈ નીચે ઉતારી લો.તો કચોરી માટેનું પૂરણ તૈયાર છે, હવે તેને ૧૫ થી ૨૦ મિનિટ ઠંડુ થવા દો.

  5. 5

    પૂરણ ઠંડુ થાય ત્યાં સુધી એક કથરોટમાં મેંદો, ૨ ચમચી સોજી (રવો), મીઠું અને મોણ માટે તેલ ઉમેરી પૂરીનો લોટ બાંધી ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકીને રહેવા દો.(અજમો પણ ઉમેરી શકાય.) ૧૫ મિનિટ બાદ લોટના થોડા મોટા લુવા કરી લો.

  6. 6

    હવે થોડી મોટી સાઈઝની પૂરી વણી તેમાં વચ્ચે પૂરણ ભરી, પૂરીને ગોળ ફરતે હાથ વડે કવર કરી લઈ ફરી તેને હળવા હાથે ૧ થી ૨ વાર વેલણથી વણી લો.

  7. 7

    ગેસ પર તેલ ગરમ મૂકી બધી કચોરી મીડીયમ આંચે ગોલ્ડન બ્રાઉન તળી લો. કચોરી ને તેલમાં નાખી ઝારા વડે ધીરે - ધીરે પ્રેશ કરવી જેથી બધી કચોરી ફૂલશે.

  8. 8

    તો તૈયાર છે ગરમા ગરમ "મગની દાળની ખસતા કચોરી". કચોરીને ડિશમાં કાઢી વચ્ચે હાથ વડે પ્રેશ કરી, hole કરી લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલી ચટણી, ખજૂર - આંબલીની ચટણી, ઝીણી સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો.

  9. 9

    દહીં, બીટ અને દાડમના દાણા પણ ઉમેરી શકાય. કઠોળના સફેદ વટાણા આવે તેનો રગડો બનાવી ને પણ પૂરણ ભરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri Mayur Darji
Gayatri Mayur Darji @cook_25197605
પર

ટિપ્પણીઓ

Similar Recipes