ફુલ ફરાળી પ્લેટર

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ઉપવાસ
શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો....

ફુલ ફરાળી પ્લેટર

#ઉપવાસ
શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
ત્રણ લોકો માટે
  1. --- ફુલ ફરાળી પ્લેટર બનાવવા માટે
  2. 1, ફરાળી પીઝા
  3. ૩ નંગબટાકાનું ખમણ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ચપટીમરી પાઉડર
  6. મસાલા માટે--- સ્વાદ મુજબ મરચું પાઉડર અને મીઠું
  7. 1ચમચો તેલ
  8. 1 મોટી ચમચીજીરૂ
  9. પીઝા ટોપિંગ બનાવવા માટે
  10. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  11. એકદમ ઝીણું સમારેલું લીલું મરચું
  12. 1 મોટી ચમચીતલ
  13. ડેકોરેશન માટે ટોપરાનું ખમણ
  14. 2. ફરાળી પ્લેન ઢોસા/ પુડલા
  15. ચમચો ફરાળી લોટ
  16. ચપટીમરી પાઉડર
  17. સ્વાદ મુજબ મીઠું
  18. જરૂર મુજબ પાણી
  19. શેકવા માટે તેલ
  20. 3. સાબુદાણાની ખીચડી
  21. 1મોટો વાટકો પલાળેલા સાબુદાણા(સવારે- પાંચથી છ કલાક માટે)
  22. ૨ નંગબટાકા બાફેલા
  23. -- વઘાર કરવા માટે---
  24. 2ચમચા તેલ
  25. 1 ચમચીજીરૂ
  26. તમાલ પત્ર
  27. લીમડાના પાન
  28. 1 ચમચીમરચું પાઉડર
  29. 1/4 ચમચી હળદર
  30. 1 ચમચીધાણાજીરૂ
  31. સ્વાદ મુજબ મીઠુ
  32. ૧ ચમચીખાંડ
  33. સ્વાદ મુજબ લીંબુનો રસ
  34. સર્વ કરવા માટે મસાલા વાળુ દહીં
  35. 4. સાબુદાણા બટાકા ના વડા(બટેકા વડાની સ્ટાઈલ)
  36. 50 ગ્રામપલાળેલા સાબુદાણા
  37. ૨ નંગબાફેલા બટેટા
  38. સ્વાદ મુજબ મીઠું
  39. 1 મોટી ચમચીસીંગદાણાનો ભૂકો
  40. 1 મોટી ચમચીખાંડ, કાજુ બદામ નો ભુક્કો
  41. રગ દોડવા માટે તપકીરનો લોટ
  42. 5. સાબુદાણા બટાકા નિ ટીક્કી બનાવવા માટે
  43. 50 ગ્રામપલાળેલા સાબુદાણા
  44. ૨ નંગબાફેલા બટાકા
  45. સ્વાદ મુજબ મીઠું
  46. ૧ ચમચીમોટી સીંગદાણાનો ભૂકો
  47. 1 મોટી ચમચીચમચી કાજુ બદામ ખાંડ તલ નો ભૂકો(એ આગળ બનાવેલો હતો)
  48. જરૂર મુજબ તપકીર નોલોટ રગદોળવા માટે
  49. શેકવા માટે તેલ
  50. 6.. કોથમીરની હેલ્દી ફરાળી ચટણી બનાવવા માટે
  51. 50 ગ્રામકોથમીર
  52. 2લીલા મરચા
  53. સ્વાદ મુજબ મીઠું
  54. ૧ ચમચીખાંડ
  55. ૧ ચમચીતલ
  56. કટકી આદુ
  57. થોડાલીમડાના પાન
  58. સ્વાદ મુજબ લીંબુનો રસ
  59. 7... ટામેટાં ની ફરાળી ચટણી બનાવવા માટે---
  60. ૨ નંગટામેટા
  61. સ્વાદ મુજબ મીઠું
  62. સ્વાદ મુજબ જીરુ
  63. ૧ ચમચીતલ
  64. 2લીલા મરચા
  65. 8. આદુ નું અથાણું
  66. 50 ગ્રામઆદુ- ધોઈ. છાલ ઉતારી, ઝીણું સમારેલું
  67. સ્વાદ મુજબ મીઠું
  68. 2 ચમચીહળદર
  69. 1/4 ચમચી અજમા
  70. 1 ચમચીલીંબુનો રસ
  71. 1 ચમચીમરચું પાઉડર
  72. 9. બટાકા ની જાળી વેફર બનાવવા માટે----
  73. કાચી બટાકા ની જાળી વેફર જરૂર મુજબ
  74. તળવા માટે તેલ
  75. 10.દુધીનો હલવો
  76. 50 ગ્રામદુધી
  77. ૨ ચમચીઘી
  78. 1/2વાડકી ખાંડ
  79. ૧ કપદૂધ
  80. ----- ગાર્નીશિંગ માટે---
  81. કાજુ બદામ
  82. 11.મસાલા છાસ
  83. 12. કેળું

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    1. સૌપ્રથમ હેલ્ધી પીઝા બનાવવા માટે ૩ નંગ બટાકા લઈ તેને સરખી રીતે ધોઈ અને છાલ ઉતારી લો. પછી તેને ખમણી લો... ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરી લો... ત્યારબાદ તવા પર બે ચમચી તેલ મૂકી તેમાં જીરૂ ઉમેરી જીરુ તતડે પછી તેમાં બટેકાનો ખમણ ઉમેરો.... અને તેને પીઝા જેવો ગોળ આકાર આપી દો...

  2. 2

    ત્રણથી ચાર મિનિટ પછી તેને ઉથલાવી લેવો...... એટલે બંને બાજુ સરસ બદામી રંગનો થઈ જશે.. ત્યારબાદ તેના પર સુધારેલા ટામેટાં મૂકો....

  3. 3

    ત્યારબાદ તેના પર લીલા મરચા મૂકો અને તેને પાથરી દો..... પછી તેના પર ટોપરાનું ખમણ અને તલ ભભરાવો...... તો છે ને મસ્ત મજા નો હેલ્થી ફરાળી પીઝા.... આમ તો આપણે પીઝા ખાતા હોય પણ ફરાળમાં પિઝા મળે તો ખુબ મજા આવી જાય અને એ પણ પાછો હેલ્થી....

  4. 4

    2.ઢોસા /પુડલા બનાવવા માટે-----સૌપ્રથમ ઉત્તમ કંપનીનો ફરાળી લોટ લો... ત્યારબાદ તેમાં મીઠું, ચપટી મરી પાઉડર અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ બનાવી લો... પછી તેને તવા પર તેલ મૂકી પાથરી દો...... પછી એક મિનિટ પછી તેમાં પરપોટા થવા લાગે પછી ધાર ઉપર અને વચ્ચે તેલ લગાવો....

  5. 5

    ત્યારબાદ તેને ઉથલાવી લો..... ત્યારબાદ તેને પ્લેટમાં લઈ લો.... લો તૈયાર છે આપણો ઢોસો / પુડલો......

  6. 6

    3. સાબુદાણા ની ખીચડી બનાવવા માટે---- સૌપ્રથમ પલાળેલા સાબુદાણા લો. (જો સાંજે સાબુદાણાની ખીચડી કરવી હોય તો પાંચ-છ કલાક પહેલા બે વખત તો એ અને પલાળી દેવા.) ત્યારબાદ બટેકા પણ બાફી લેવા... ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચા તેલ, જીરુ, તમાલપત્ર, મીઠા લીમડાના પાન, ઉમેરો

  7. 7

    ત્યારબાદ તેમાં સાબુદાણા બાફેલા બટાકા ના કટકા મરચું, હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરો.... ત્યારબાદ બધું સરખી રીતે મિક્સ કરી લો.... પછી તેમાં લીંબુનો રસ ઉમેરો....

  8. 8

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો.... તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી સાથે મસાલા દહીં સર્વ કરો.....

  9. 9

    4. ઉત્તમ કંપનીનો ફરાળી લોટ લો.... એક તપેલીમાં લોટ લઇ તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરો.... પછી તેમાં બેકિંગ સોડા ઉમેરો.....

  10. 10

    અને પલાળેલા સાબુદાણા, બાફેલા બટાકા સીંગદાણાનો ભૂકો, ૧ ચમચી ખાંડ, કાજુ, બદામ નો ભૂકો ઉમેરો.... પછી બધું સરખી રીતે મિક્સ કરી ગોળા વાળી લો...

  11. 11

    ત્યારબાદ લોટના બનાવવાના ખીરામાં વડા ઉમેરી તેને તપકીર ના લોટ માં રગદોળી તેલમાં તળી લો....

  12. 12

    આ રીતે બધા વડા તૈયાર કરી લો... તો તૈયાર છે આપણા સાબુદાણા ના વડા....

  13. 13

    ગરમાગરમ સર્વ કરો....

  14. 14
  15. 15

    5--- ઉત્તમ કંપનીનો ફરાળી લોટ લઈ તેમાં મીઠું મરી પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ બનાવી લો.. પછી તેમાં બનાવેલા વડા ઉમેરી લો....

  16. 16

    ત્યારબાદ વડાને તવા પર મૂકી તેના પર તેલ લગાવી ટીકી ની જેમ બદામી રંગનો શેકી લો.. જેને તળેલું ન ખાવું હોય તેને આ રીતે આપી શકાય...

  17. 17

    આ રીતે તેને સર્વ કરો...

  18. 18

    6. ફરાળી કોથમીર ની ચટણી બનાવવા માટે--- 50 ગ્રામ કોથમીર, 2 લીલા મરચા, ૧ ચમચી ખાંડ, સ્વાદમુજબ મીઠુ, એક ચમચી ટોપરાનું ખમણ, ૧ ચમચી તલ, એક ચમચી સીંગદાણાનો ભૂકો, થોડા લીમડા ના પાન લઈ લો.... પછી બધું મિક્સર જાર માં લઈ લો..... પછી એકવાર મિક્સર ફેરવી લો. પછી તેમાં આદુ ના કટકા ઉમેરો.. અને ફરી મિક્સરમાં ફેરવી લો....

  19. 19

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી લો...

  20. 20

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.....

  21. 21

    7.. ટામેટા ની ફરાળી ચટણી બનાવવા માટે---- ૨ નંગ ટામેટા લઈ તેને સરખી રીતે ધોઈ લો.... પછી તેના કટકા કરી તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જીરૂ, ૧ ચમચી તલ, ૧ ચમચી ખાંડ, અને બે લીલા મરચા ઉમેરી લો, અને તેને મિક્સરમાં ક્રશ કરી લો... ત્યારબાદ તેને કાચની બોટલમાં કાઢી લો... જેથી આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સારી રહે છે... અને તમે તેનો ઉપયોગ ફરાળી વાનગીઓમાં કરી શકો છો....

  22. 22

    આ રીતે તેને કાચની બોટલમાં રાખવી....

  23. 23

    8. એક પ્લેટમાં આદુ નો કટકો, હળદર, મીઠું, અજમો, મરચું પાઉડર અને લીંબુનો રસ લો... પછી આદુને ધોઈ છાલ ઉતારી નાના કટકા કરી લો...

  24. 24

    ત્યારબાદ ઉપર પ્લેટ માં આપેલી બધી વસ્તુઓ ઉમેરી, લીંબુનો રસ ઉમેરો.... અને બધું સરખી રીતે મિક્સ કરી લો.... તૈયાર છે આપણું આદુનો અથાણું... કેમકે ગુજરાતી ઓને ભાણામાં અથાણાં વગર તો ચાલે જ નહીં... કેમ બરાબરને???? આદુના ઘણા બધા ફાયદા છે... જેમ કે આદુ ભોજનને પચાવવામાં ઝડપથી મદદ કરે છે.... અને સાથે સાથે લોહીનું પરિભ્રમણ ઝડપથી કરાવે છે..

  25. 25

    9. બટાકાની જાળીવાળી વેફર બનાવવા માટે --- હાથે ઘરે બનાવેલી બટાકાની જાળીવાળી વેફર લો.... અને તેને જરૂર મુજબ તેલ લઈ અને તળો...

  26. 26

    આ રીતે બધી વેફર થોડી થોડી કરી અને તળી લો... સર્વ કરતી વખતે તેમાં મરચું મીઠું સ્વાદ મુજબ ઉમેરો..

  27. 27

    10... દુધીનો હલવો બનાવવા માટે 50 ગ્રામ દૂધ લો. તેને ધોઈ છાલ ઉતારી લો.... પછી તેને ખમણી વડે છીણી લો.... ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી ઘી લઇ તેમાં ખમણ ઉમેરો... પછી તેમાં દૂધ ઉમેરો..

  28. 28

    પછી તેને સતત હલાવતા રહો.. અને ખાંડ ઉમેરો... દૂધ બળી જાય ત્યાં સુધી હલાવો.....

  29. 29

    પછી તેમાં કસ્ટર પાઉડર ઉમેરો... અને સતત હલાવતા રહો.. પછી તેને એક પ્લેટમાં લઈ કાજુ બદામ થી ગાર્નીશ કરો...તો તૈયાર છે આપણે દુધીનો હલવો.....

  30. 30

    ત્યારબાદ લીલા મરચા ને ધોઈ, કાપા પાડી અને તેલમાં તળી લો....

  31. 31

    ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં બધુ લઈ અને સંચળ વાળી મસાલા છાશ અને સાથે ફ્રુટમાં એક કેળુ મૂકી દો....

  32. 32

    તો તૈયાર છે આપણા સૌની મનગમતી એવી ફુલ ફરાળી પ્લેટર

  33. 33

    તો છે ને મસ્ત મજાની ફુલ ફરાળી પ્લેટર

  34. 34

    તો કેવી લાગી મારી આજ ની થાળી.

  35. 35

    તેના view મને જરૂરથી આપશો. અને તમે પણ ટ્રાય કરજો ખૂબ મજા આવશે...

  36. 36
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes