કાંદા પાપડ સબઝી (Kanda Papad Sabzi recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ફટાફટ
#પોસ્ટ2
આજે હું જલ્દી થી બની જતી અને ફક્ત થોડા જ ઘટકો થી બની જતી એવી દક્ષિણ ગુજરાત ની ખાસ સબ્જી લઈ ને આવી છું. જ્યારે આપણે જલ્દી માં હોઈએ અને ઘર માં શાકભાજી ના હોઈ ત્યારે આ વિકલ્પ બહુ સારો પડે છે.

કાંદા પાપડ સબઝી (Kanda Papad Sabzi recipe in Gujarati)

#ફટાફટ
#પોસ્ટ2
આજે હું જલ્દી થી બની જતી અને ફક્ત થોડા જ ઘટકો થી બની જતી એવી દક્ષિણ ગુજરાત ની ખાસ સબ્જી લઈ ને આવી છું. જ્યારે આપણે જલ્દી માં હોઈએ અને ઘર માં શાકભાજી ના હોઈ ત્યારે આ વિકલ્પ બહુ સારો પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2મોટી ડુંગળી (ઝીણી સુધારેલી)
  2. 3અડદ ના પાપડ
  3. 2સૂકા લાલ મરચાં
  4. 2લીલા મરચાં સુધારેલા
  5. 2 ચમચીતેલ
  6. 1/4 ચમચીરાઈ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીમરચું
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીખાંડ
  11. ચપટીહિંગ
  12. 1 ચમચીસુધારેલી કોથમીર
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    અડદ ના પાપડ સેકી ને ચૂરો કરી લો.

  2. 2

    તેલ ગરમ મુકો, રાઈ, લાલ મરચાં અને હિંગ મુકો અને ડુંગળી વધારો.સાથે લીલા મરચાં પણ નાખો.

  3. 3

    હળદર નાખી ને ડુંગળી થોડી નરમ થાઈ ત્યાં સુધી સાંતળો.

  4. 4

    ત્યાર બાદ, મરચું, ધાણાજીરું નાખી મિક્સ કરો અને 3-4 ચમચા પાણી નાખો.

  5. 5

    પછી પાછું 3-4 ચમચા પાણી નાખો. અને ખાંડ અને મીઠું પણ નાખો. મીઠું ડુંગળી ના ભાગ નું જ નાખવું. પાપડ માં તો મીઠું હોઈ જ.

  6. 6

    છેલ્લે પાપડ ના ચૂરો અને કોથમીર નાખી ને ભેળવો અને 1-3 મિનિટ પછી આંચ બન્ધ કરો.

  7. 7

    ગરમ ગરમ ભોજન સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes