કડાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)

Seema Rupareliya
Seema Rupareliya @cook_25906023
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
છથી સાત વ્યક્તિ માટે
  1. 200 ગ્રામપનીર
  2. 5-6 નંગમોટી ડુંગળી
  3. 2 નંગ મોટા ટામેટાં
  4. 1 મોટો ચમચોટામેટાં સોસ
  5. 2 નંગતીખા લીલા મરચા
  6. 10 થી 12 નંગ લસણ ની કડી
  7. 1 નંગ આદુ નો કટકો
  8. 1 મોટો ચમચોમાખણ નાખવું હોય તો નહીં નાખો તો પણ ચાલશે
  9. 1 મોટો ચમચોદહીં દહીં ન હોય તો મલાઈ પણ ચાલે
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1 ચમચી લાલ મરચાંની ભૂકી
  12. 2 નંગમોટા કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૨ મોટી ડુંગળી ની સ્લાઈસ કરી અને થોડા તેલમાં સાતર્વાં મૂકવી તેની સાથે લસણની કળી પણ આખી નાખી દેવી તથા લીલા મરચાં પણ નાખી દેવા

  2. 2

    એકથી બે મિનિટ સુધી ફાસ્ટ તાપે આ બધું સાંતળી લેવું તેલ થોડું નાખવું

  3. 3

    પછી આ સાંતળેલી ડુંગળી લસણ તથા આદુ નો કટકો અને લીલા મરચાને થાળીમાં કાઢી લેવા થોડા ઠંડા પડી જાય પછી તેને મિક્સર માં પીસી લેવા

  4. 4

    ત્યારબાદ કડાઈમાં પાછુ થોડું તેલ નાખી અને બાકીની ત્રણ ડુંગળીની સ્લાઈસ નાખવી

  5. 5

    તેની સાથે બે મોટા ટામેટાં ક્રશ કરેલા નાખવા અને આ મિશ્રણ છે આપણે પીસી રાખ્યું છે ડુંગળી લસણ નું તે પણ નાખી દેવું તથા કેપ્સિકમ 2 ની સ્લાઈસ પણ નાખી દેવી

  6. 6

    યાદ રહે કે હમણાં જે આપણે ત્રણ ડુંગળી સ્લાઈસ કરેલી નાખી છે તેને ઝાઝીવાર તેલમાં તળવાની નથીડુંગળીની સ્લાઈસ નાખી માથે પીસેલી ડુંગળી અને લસણ નાખી ટામેટાં બધું એકસાથે નાખી દેવાનું છે

  7. 7

    ત્યારબાદ એક બે મિનિટ કેપ્સીકમ થોડું નરમ થઈ જાય ત્યાં સુધી તેલમાં આ બધું મિશ્રણ હલાવતા રહો ત્યારબાદ તેમાં માખણ તથા સોસ ઉમેરી દેવું માખણ optional છે મલાઈ નાખો તો પણ ચાલે ટામેટાં સોસ ફરજિયાત નાખવું પડશે

  8. 8

    પછી તેમાં જરૂર મુજબ મીઠું તથા લાલ મરચાનો પાઉડર નાખવો

  9. 9

    પનીરના નાના નાના ટુકડા કરી અને ગરમ પાણીમાં નાખી દેવું પાંચ મિનિટ રહેવા દેવું ત્યાર બાદ પનીર ગરમ પાણી માંથી કાઢી અને આ તૈયાર થયેલ ગ્રેવીમાં નાખી દેવું અને તરત જ ગેસ બંધ કરી દેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Seema Rupareliya
Seema Rupareliya @cook_25906023
પર

Similar Recipes