કાચા કેળાની કેટલેટ(Raw banana cutlet Recipe in Gujarati)

Rupal
Rupal @cook_22242446
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પડ માટેની સામગ્રી
  2. 4 નંગકાચા કેળા
  3. 4 ચમચીચોખાનો લોટ અથવા મકાઈનો લોટ
  4. 1/2વાટકી પૌંઆ
  5. 3-4‌ નંગ લીલાં મરચાં
  6. 1નાનો ટુકડો આદું
  7. કોથમીર
  8. 1/2ચમચી ગરમ મસાલો
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1 ચમચીખાંડ
  11. 1/2 લીંબુ
  12. સ્ટફીગ માટે
  13. 100 ગ્રામપનીર
  14. 1/2ચમચી ચાટ મસાલો
  15. સ્વાદાનુસાર મીઠું
  16. 1 ચમચીઆદું-મરચા ની પેસ્ટ
  17. ઝીણો સમારેલો ફુદીનો અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચા કેળા ને ધોઈને બે ટુકડા કરીને કૂકરમાં બાફી લો.

  2. 2

    કેળા ઠંડા થાય એટલે ખમણી લો. પૌંઆ ને ધોઈને પલાળી દો.ખમણેલા કેળાં માં મીઠું,ગરમ મસાલો, ખાંડ, લીંબુ, આદું મરચા ની પેસ્ટ, કોથમીર,બે થી ત્રણ ચમચી મકાઈનો લોટ અને પૌઆ ઉમેરી સારી રીતે મિક્સ કરો.હાથેથી વાળી શકીએ તેવુ તૈયાર કરવું.

  3. 3

    સ્ટફીગ માટે પનીરને છીણી તેમાં ચાટ મસાલો, મીઠું, આદું મરચાં ની પેસ્ટ, કોથમીર નાખી તૈયાર કરી‌ લો.

  4. 4

    હવે પડ માટે કેળાનો એક લૂવો લઈને તેને હાથથી થપથપાવી નાની પૂરી જેવું કરવું.તેમા તૈયાર કરેલ પનીર ના સ્ટફીગ માંથી થોડું લઈને વચ્ચે મૂકવું અને સારી રીતે પેક કરીને મકાઈના લોટમાં રગદોળીને બધી કટલેસ તૈયાર કરવી.

  5. 5

    હવે એક પેનમાં થોડું તેલ મૂકી ને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ કટલેસ મૂકી ને બંને બાજુ થી ગુલાબી શેકી લો.

  6. 6
  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ કટલેસ.ખજૂર ની ચટણી,લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal
Rupal @cook_22242446
પર

Similar Recipes