દાળ ફ્રાય જીરા રાઇસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

આ એક પંજાબી વાનગી છે.જે તમને લોકોને ખુબજ સારી લાગસે. #trend2

દાળ ફ્રાય જીરા રાઇસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)

આ એક પંજાબી વાનગી છે.જે તમને લોકોને ખુબજ સારી લાગસે. #trend2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દાળ ફ્રાય માટે ની સામગ્રી
  2. 1/2 કપ તુવેર દાળ
  3. 1/4 કપચણાદાળ
  4. 1ઝીણી સમારેલી ડુંગળી
  5. 1જીણા ટુકડા ટામેટા ના
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1લીલું મરચું સુધારલુ
  8. 1/2આદુની પેસ્ટ
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીધાણા જીરું
  12. 1 ચમચીગરમ મસાલો
  13. સ્વાદ મુજબ મીઠું
  14. 2 ચમચી વધાર માટેઘી
  15. 1/2 ચમચીજીરું
  16. ચપટી હિંગ
  17. 3લવિંગ
  18. 1ટૂકડો તજ
  19. 3-4 લાલ સુકા મરચા
  20. 2તમાલ પત્ર
  21. 6-7 લીમડાના પાન
  22. 3-4 કળી લસણની સુધારેલી
  23. 1 પાવરુ તેલ
  24. જીરા રાયસ માટેની સામગ્રીઓ
  25. 1 કપચોખા
  26. 1 ચમચી તેલ
  27. 1/2 ચમચી જીરુ
  28. સ્વાદાનુસાર મીઠુ
  29. 1/2 ચમચીલીંબુનો રસ
  30. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ થી પહેલા બંને દાળ ને ધોયને 15 થી 20 મિનીટ પલરવા માટે રહેવા દો.ચોખા ને પણ ધોય ને 15 મીનીટ પલરિ ને રહેવા દો.દાળ ચોખા પલરે એટલી વારમાં ડુંગળી.ટમેટુ,લીલુ મરચુ વગેરે ઝીણુ સુધારી લેવું.

  2. 2

    એક કુકરમાં પલળી ગયેલ દાળ નાખી તેમા પાણી હળદર,મીઠું નાખી કુકર બંધ કરી.5 કે 6 સીટી વગાડી ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે એક પેનમાં ઘી અને તેલ નાખી તેને ગરમ કરી તેમા જીરુ.,સુકા મરચા,તજ,લવિંગ,લીમડાનાં પાન,તમાલ પત્ર હિંગ વગેરે નાખી સાતળવુ.

  4. 4

    ત્યાર બાદ આદુ,લસણ ની પેસ્ટ નાખી સાતળવી.ત્યાર પછી તેમા ડુંગળી નાખીને સાતળવી.તે પછી તેમા ટામેટા ના ટુકડા નાખી સાતળવા.ત્યાર બાદ તેમા બધા મસાલા નાખી ને હલાવવું.

  5. 5

    હવે તેમા બાફેલી દાળ ચમચાથી સરખી હલાવીને નાખી તેમા 2 ગ્લાસ પાણી નાંખીને ચડવા દેવુ.

  6. 6

    દાળ ઊકળી જાય એટલે ગેસ બંધ કરી દો.

  7. 7

    હવે ઍક તપેલીમાં 3 ગ્લાસ ગરમ પાણી કરવા મૂકો.પાણી ગરમ થાય એટલે તેમાં પલરેલા ચોખા નાખી તેને ચડવા દેવુ.ભાત ચડી જાય એટલે તેને એક ચાયણી મા કાઠી લેવાં.

  8. 8

    હવે ઍક કડાંઇ મા 2ચમચી ઘી નાખવુ.તે ગરમ થાય એટલે તેમાં જીરુ નાખી તેમા હિંગ અને લીમડાના પાન નાખીને ભાત નાખવા.

  9. 9

    હવે તેમા સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરીને 1 મિનીટ માટે રહેવા દેવુ.તેમા કોથમીર છાંટીને હલાવી લેવુ.

  10. 10

    હવે દાળ ફ્રાય અને જીરા રાયસ તૈયાર છે

  11. 11

    રાયસ ને એક પ્લેનમાં કાઠી લેવા.દાળ ને સર્વિંગ બાઊલ મા નાખી ને તેમા કોથમીર છાંટવી.

  12. 12

    હવે એક વધારીયા મા 2 ચમચી તેલ નાખી ને ગરમ કરી ને તેમા સુધારેલુ લસણ ક્ક્ડાવિ તેમા સુકા મરચા નાખી ગેસ બંધ કરી દો.ત્યાર બાદ તેમા1/4ચમચી લાલ મરચું પાઉડર નથીને દાળ ફ્રાય ઉપર ભભરાવી દેવુ.

  13. 13

    હવે દાળ ફ્રાય અને જીરા રાયસ તૈયાર છે.

  14. 14

    હવેતેને સર્વિંગ પ્લેટ મા નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

ટિપ્પણીઓ

Similar Recipes