દહીં વડા (Dahi vada recipe in Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#par
#cookpadindia
#cookpadgujarati
પાર્ટી સ્નેકસ
આજે મે અડદ ની દાળ નાં દહીંવડા બનાવ્યા છે. અમારે ત્યાં પાર્ટી હોય ત્યારે આ પ્રકાર ના દહીંવડા તો હોય જ. મહેમાનો ને દહીંવડા વગર ની પાર્ટી અધૂરી લાગે. આદુ મરચા ઝીણા સમારેલા, ખાંડેલા આખા લાલ મરચા, ઝીણી સમારેલી મેથી અને હિંગ નું પ્રમાણ વધારે રાખી ને આ દહીંવડા તૈયાર થાય છે.

દહીં વડા (Dahi vada recipe in Gujarati)

#par
#cookpadindia
#cookpadgujarati
પાર્ટી સ્નેકસ
આજે મે અડદ ની દાળ નાં દહીંવડા બનાવ્યા છે. અમારે ત્યાં પાર્ટી હોય ત્યારે આ પ્રકાર ના દહીંવડા તો હોય જ. મહેમાનો ને દહીંવડા વગર ની પાર્ટી અધૂરી લાગે. આદુ મરચા ઝીણા સમારેલા, ખાંડેલા આખા લાલ મરચા, ઝીણી સમારેલી મેથી અને હિંગ નું પ્રમાણ વધારે રાખી ને આ દહીંવડા તૈયાર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપઅડદ ની પલાળેલી દાળ (૭-૮ કલાક)
  2. ઝીણા સમારેલા લીલાં મરચા
  3. ૧" આદુ ઝીણું સમારેલું
  4. ૧ નાની ચમચીચિલી ફ્લેક્સ
  5. ૧ નાની ચમચીજીરૂ
  6. ૧/૨ નાની ચમચીહિંગ
  7. & ૧/૨ નાની ચમચી મીઠુ
  8. ૧/૨ કપઝીણી સમારેલી મેથી
  9. તળવા માટે તેલ
  10. સર્વ કરવા:
  11. ૨ કપદહીં (મોળુ વલોવેલું દહીં)
  12. સ્વાદ પ્રમાણેસંચળ, ચાટ મસાલો, અધકચરો શેકેલા જીરાનો પાઉડર, ચિલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પલાળેલી દાળ નું પાણી કાઢી દાળ ને મિકસી નાં નાના જાર માં વાટી લો. જરૂર પડે તો ૨ થી ૩ ચમચી પાણી ઉમેરી ને વાટી લો.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. વાટેલી દાળ માં બધા મસાલા અને મેથી ઉમેરી ૫ મિનિટ એક જ ડાયરેક્ટશન માં ફેટી લો.

  3. 3

    હવે ગરમ તેલ માં મધ્યમ તાપે નાના નાના ભજીયા તળી લો. નવાયા પાણી માં થોડી વાર પલાળી, હળવા હાથે નીચોવી પાણીમાં થી કાઢી લો.

  4. 4

    હવે સર્વિંગ ડીશ માં મૂકી ઉપર દહીં અને મસાલા નાખી સર્વ કરો. લીલી તીખી ચટણી અને મીઠી ચટણી પણ સારી લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes