ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નાનું પેકેટ સેન્ડવીચ બ્રેડ
  2. બટાકા (નાની સાઈઝના)
  3. ટામેટા (નાની સાઈઝના)
  4. કાકડી (મીડીયમ સાઈઝની)
  5. ડુંગળી (નાની સાઈઝની)
  6. ૧ કપકોથમીર+મરચાની પેસ્ટ
  7. ૧/૨ કપછીણેલું ચીઝ
  8. જરૂર મુજબ માખણ
  9. જરૂર મુજબ ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી, તેને ચપ્પાથી ગોળ ગોળ પીતા કાપી લેવા. ટામેટા, ડુંગળી અને કાકડીના પણ ગોળ ગોળ પીતા કાપી લેવા.

  2. 2

    હવે બે બ્રેડ લઈ એના પર માખણ લગાવી, તેમાંથી એક પર કોથમીર+મરચાની ચટણી લગાવવી. પછી તેના પર બટાકાના પીતા ગોઠવવા.

  3. 3

    હવે તેના પર ડુંગળી, કાકડી અને ટામેટાની પીતા ગોઠવવા. પછી તેના પર છીણેલું ચીઝ પાથરવું. પછી તેના પર ચાટ મસાલો ભભરાવવો. અને તેની પર બીજી માખણ લગાવેલ બ્રેડ મુકવી.

  4. 4

    બ્રેડ પર ટામેટાનો સોસ લગાવી થોડું છીણેલું ચીઝ પાથરવું. ચીઝ પર થોડો ચાટ મસાલો ભભરાવવો. આપણી યમ્મી😋😋 ચીઝ વેજીટેબલ સેન્ડવીચ તૈયાર છે. નોંધ :- તમે સેન્ડવીચ પર તમારી રીતે સુશોભિત કરી શકો.😊 સાથે મસ્ત ચા, ખાખરા, મસાલા ભાખરી હોય તો વાહ...મજા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes