ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#GA4
#Week7

(બટર મીલ્ક) આપડી ગુજરાતી છાશ. ગમે ત્યારે નાના મોટા બધા ની મનગમતી વસ્તુ કહેવાય.આજે મે છાશ માંથી આપડી ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવી છે.જે ખીચડી k bhat સાથે લઈ શકો છો.

ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)

#GA4
#Week7

(બટર મીલ્ક) આપડી ગુજરાતી છાશ. ગમે ત્યારે નાના મોટા બધા ની મનગમતી વસ્તુ કહેવાય.આજે મે છાશ માંથી આપડી ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવી છે.જે ખીચડી k bhat સાથે લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2 કપછાશ
  2. 3 ચમચીચણા નો લોટ
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીતેલ
  5. 2 ચમચીઘી
  6. 1 નાની ચમચીજીરૂ
  7. 1/2 ચમચીહિંગ
  8. 1 ડાળી મીઠા લીમડાના પાન
  9. 2લાલ સુકા મરચા
  10. 2 ચમચીસીંગદાણા નો ભુક્કો
  11. 1 નાની ચમચીગરમ મસાલો
  12. સ્વાદાનુસારમીઠું
  13. જરૂર મુજબ કોથમરથી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ઘરે બનાવેલું ખાટુ દહીં લો.તેની છાશ થોડી ઘાટી બનાવી લો.પછી તેમાં 3 ચમચી ચણા નો લોટ નાખી બીટ કરી લો.

  2. 2

    સીંગદાણા સેકી ને તેનો ભુક્કો કરી લો.લીલા મરચા ક્રશ કરી લેવા.

  3. 3

    એક પેન માં તેલ 2 ચમચી અને 2 ચમચી ઘી લો.તેમાં વઘાર માટે જીરૂ મૂકો.પછી હિંગ નાખી ને લીલાં મરચાં ની પેસ્ટ નાખો.પછી લીમડો નાખી કઢી ની છાશ નો વઘાર કરો.

  4. 4

    ત્યાર બાદ તેમાં શેકેલા સીંગદાણા નો ભુક્કો, લાલ મરચા આખા, ખાંડ, મીઠું, અને ગરમ મસાલો નાખી ઉકળવા દો. અને લાસ્ટ માં કોથમીર થી ગાર્નિશ કરો. આ કઢી ને ભાત કે ખીચડી સાથે મઝા આવે છે ખાવાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes