સ્ટીમ વેજિટેબલ્સ વિથ ફેટા ચીઝ (Steam veg. with feta cheese Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week8
#Steam
#Sweetcorn
શિયાળાની સિઝનમાં જ્યારે વેજિટેબલ્સ ખુબ ટેસ્ટી આવે છે ત્યારે આ ટેસ્ટી ડીશ બનાવવાની મજા આવે છે. સ્ટીમ વેજિટેબલ્સ એ એક હેલ્ધી રેસિપી છે જે વેહીટ લોસ કરવા માટે પણ ઘણી ઉપયોગી છે.
આ ડીશમાં આપણે આપણને ભાવતા કોઈપણ વેજિટેબલ્સ ઉમેરી શકીએ. તેને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેમાં ફેટા ચીઝ ઉમેર્યું છે. ફેટા ચીઝ માંથી આપણને વિટામીન બી, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ફેટ પણ મળે છે. જે લોકો વેઇટલૉસ માટે આ રેસીપી બનાવતા હોય તેમને ફેટા ચીઝ ન ઉમેરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1 કપલાંબુ સમારેલું ગાજર
  2. 1 કપલાંબી સમારેલી ફણસી
  3. 1/2 કપમોટું સમારેલું ફ્લાવર
  4. 1/2 કપમોટી સમારેલી બ્રોકોલી
  5. 1/2 કપઅમેરિકન મકાઈના દાણા
  6. 1/2 કપકેપ્સિકમના મોટા ટુકડા
  7. 1/2 કપડુંગળીના મોટા ટુકડા
  8. 4 પાન પાલક
  9. 2 ચમચી લીંબુનો રસ (અથવા વ્હાઈટ વિનેગર)
  10. 1 ચમચી મરી પાઉડર
  11. 1 ચમચી સોયા સોસ
  12. 1 ચમચી ચાટ મસાલો
  13. 1/2 કપફેટા ચીઝના નાના ટુકડા
  14. સ્વાદ અનુસારમીઠું
  15. જરૂર મુજબ ગાર્નિશીંગ માટે ફુદીનાનાં પાંદડાં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધા વેજીટેબલ્સ ને ચોખ્ખા પાણીથી ધોઈને કોરા કરી લેવાના છે. ગાજર, ફણસી ના લાંબા ટુકડા અને કેપ્સિકમના મોટા ટુકડા કરવાના છે.

  2. 2

    ફ્લાવર, બ્રોકોલી અને ડુંગળી ના પણ મોટા ટુકડા કરી લેવાના છે. અમેરિકન મકાઈ ના દાણા કાઢીને તૈયાર કરવાના છે. પાલકના પાન ના પણ મોટા ટુકડા કરવાના છે.

  3. 3

    બધા વેજિટેબલ્સને કૂકરમાં પાણી મૂકી તેના પર ચારણી રાખી તેમાં સ્ટીમ કરી લેવાના છે. સ્ટીમ બહુ વધારે ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

  4. 4

    લીંબુનો રસ, ચાટ મસાલો, સોયા સોસ, મરી પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર તૈયાર કરી લેવાનું છે.

  5. 5

    સ્ટીમ થઈને તૈયાર થયેલા મિક્સ વેજીટેબલ્સ મા આ બધુ ઉમેરી દેવાનું છે. તેની સાથે તેમાં ફેટા ચીઝના નાના ટૂકડાં પણ ઉમેરવાના છે. બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનો છે.

  6. 6

    અહીંયા સ્ટીમ વેજિટેબલ્સ વિથ ફેટા ચીઝ તૈયાર છે. તેને ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરી સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes