ચોકો લાવા કેક(Choco lava cake recipe in gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

મારા બાળકો ને બહુ ભાવે છે તેથી તેના માટે બનાવી .
#GA4
#Week10

ચોકો લાવા કેક(Choco lava cake recipe in gujarati)

મારા બાળકો ને બહુ ભાવે છે તેથી તેના માટે બનાવી .
#GA4
#Week10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 12 મિનિટ
6-7 લોકો માટે
  1. 1 કપમેંદો
  2. 3 ચમચીકૉકો પાઉડર
  3. 1/2 કપખાંડ
  4. 1/2 કપદહીં
  5. 1/4 કપતેલ
  6. 1/2 ચમચીકોફી
  7. 1 ચમચીબેકિંગ પાઉડર
  8. 1/2 ચમચીબેકિંગ સોડા
  9. 1/2 ચમચીવિનેગર
  10. 1/2 કપપાણી
  11. 8-10મોટા ટુકડા ડાર્ક ચોકલેટ ના

રાંધવાની સૂચનાઓ

10 થી 12 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ લો.તેમાં દહીં,ખાંડ અને તેલ ને મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ બનાવેલા મિશ્રણમાં મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા, કોકો પાઉડર અને કોફીને ચાળી લેવા અને તેને સરખું હલાવી ને મિક્સ કરવા.

  3. 3

    જરૂર પડે તો પાણી ઉમેરવું.મિશ્રણ ને નીચે બતાવેલ ફોટા પ્રમાણે હલાવી ને પાતળું કરી લેવું.

  4. 4

    ત્યારબાદ તૈયાર થયેલા મિશ્રણ ને મફિંસ મોલ્ડમાં 1/2 ભરી લેવું.ત્યારબાદ તેની ઉપર મોટા ડાર્ક ચોકલેટ ના ટુકડા મૂકી ફરીથી મિશ્રણ ને રેડવું.

  5. 5

    ત્યારબાદ તેને પ્રિહિટેડ ઓવનમાં 10-12 મિનિટ માટે મૂકવું.

  6. 6

    ત્યારબાદ તેને ઓવનમાંથી બહાર કાઢી ઠરવા દેવું. પછી તેને મોલ્ડ માંથી કાઢી પ્લેટમાં કાઢી લઈ કેક ને વચ્ચે થી કાપો એટલે તેમાંથી ચોકલેટનો લાવા નીકળશે.

  7. 7

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ માં લઈ ઉપર દળેલી ખાંડ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes