સ્પ્રાઉટ સૂપ(Sprouts Soup Recipe in Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#week11
#સ્પ્રાઉટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ કપફણગાવેલા મગ અને મઠ
  2. ૧/૨ કપદૂધી
  3. ૨ કપપાણી
  4. લીલું મરચું
  5. ૧/૪ કપકોથમીર
  6. ૧ કપજેટલા બ્રોકલી & મકાઈ (બાફેલા)
  7. ૧/૨ કપપનીર
  8. ૧ ચમચીમલાઈ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૨ ચમચીલીંબુ નો રસ
  11. ચપટીહળદર
  12. ૧/૨ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૦ મિનિટ
  1. 1

    દૂધી ને છાલ સહિત સમારી લો.અને ફણગાવેલા મગ-મઠ સાથે કૂકરમાં પાણી નાખી ૪ થી ૫ સીટી વગાડી બાફી લો.

  2. 2

    પછી તેમાં લીલું મરચુ, કોથમીર અને થોડું પાણી નાખી બ્લેન્ડર થી ક્રશ કરી દો.

  3. 3

    પછી સૂપ ને ગરણી થી ગળી લો.

  4. 4

    ત્યારબાદ પછી તેને એક પેન માં લઇ ને તેમાં હળદર,મીઠું અને બાકીનું પાણી નાખી ૫ મિનિટ ઉકળવા દો.પછી મલાઈ નાખી ને ૨ મિનિટ પછી ઉતારી લેવું.(પાણી નું પ્રમાણ વધારે ઓછું કરી શકાય)

  5. 5

    બીજી પેન માં બટર મૂકી ને તેમાં મકાઈ,બ્રોકલી અને પનીર સાંતળી ને તેમાં થોડો તીખાનો ભૂકો નાખી ઉતારી લેવું.

  6. 6

    તો લો તૈયાર છે સૂપ પછી ગરમ સૂપ માં તૈયાર કરેલા વેજીટેબલ્સ અને મલાઈ નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes