વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ(Vegetable tandoori pudla sandwich recipe in Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ(Vegetable tandoori pudla sandwich recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટું ફેમિલી પેકેટ બ્રેડ
  2. મસાલા દહીં બનાવવા માટે
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. ૧ ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. ૧ ટેબલ સ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  6. ૧ ટેબલ સ્પૂનધાણા-જીરુ પાઉડર
  7. ૧ ટી સ્પૂનજીરૂ પાઉડર
  8. ૧/૨ ટી સ્પૂનકાળું મીઠું
  9. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  10. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  11. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  12. ૧/૨ ચમચીમરી પાઉડર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૧/૨ કપદહીં
  15. ખીરુ બનાવવા માટે
  16. ૧.૧/૨ કપ ચણાનો લોટ
  17. ૧ ટેબલ સ્પૂનધાણા-જીરુ પાઉડર
  18. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  19. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  20. ૧ ટી સ્પૂનઅજમો
  21. મીઠુ સ્વાદ મુજબ
  22. ૨-૩ નંગ કાપેલા લીલા મરચાં
  23. ૧ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  24. પાણી જરૂર મુજબ
  25. સ્ટફિંગ માટે
  26. ૧ કપસમારેલી કોબીજ
  27. ૧/૨ કપલાંબા કાપેલા ટામેટા
  28. ૧/૨ કપકાંદા સમારેલા
  29. ૧/૨ કપલાંબા સમારેલા કેપ્સીકમ
  30. ૧/૨ કપબીટ છીણેલું
  31. ૧ ટેબલ સ્પૂનકોથમીર
  32. ૧ ટેબલ સ્પૂનલીલા મરચાં ઝીણા સમારેલા
  33. ૧ ટી સ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં તેલ લઈ તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરો હવે તેમાં આદું અને લસણની પેસ્ટ ઉમેરો ત્યાર બાદ તેમાં ધાણાજીરુ ઉમેરો ત્યારબાદ તેમાં જીરુ પાઉડર ઉમેરો.

  2. 2

    પછી તેમાં કાળું મીઠું આમચૂર પાઉડર ઉમેરો. ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરો. મરી પાઉડર ઉમેરો અને મીઠું ઉમેરો ત્યાર બાદ તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું.

  3. 3

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં ધાણાજીરું પાઉડર મરચું પાઉડર હળદર પાઉડર અજમો અને મીઠું લીલા મરચાં અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો હવે એક બહુ લઈ તેમાં કોબી,ટામેટા, કાંદા, કેપ્સિકમ,બીટ,લીલા મરચાં, કોથમીર લીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    ગેસ પર એક તાવી ગરમ કરવા મૂકો ગેસ ની ફ્લેમ મીડીયમ રાખવી હવે બ્રેડને તૈયાર કરેલા ચણાના લોટના ખીરામાં ડૂબાડી તેને ગરમ પેન પર મૂકી બંને બાજુ બટર લગાવી શેકવા લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી હવે તેના પર તૈયાર કરેલું દહીં લગાવી ઉપર તૈયાર કરેલા શાકભાજી મુકવા અને તેના પર ચાટ મસાલો છાંટો મીડીયમ થી હાય ફલેમ પર એકથી બે મિનિટ શેકવા.

  5. 5

    હવે તેની બીજી બાજુ બટર લગાવી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવું હવે શાકભાજીવાળા ભાગ ઉપર ચીઝ છીણવુ અને સેન્ડવીચ ની જેમ બ્રેડ ઉપર મુકી ફરીથી શેકી લો તો તૈયાર છે વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ તેને તમે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes