લીલી તુવેરના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559
શેર કરો

ઘટકો

30 મીનીટ
  1. 250 ગ્રામ- લીલી તુવેર
  2. ગ્રેવિ માટે ના ઘટકો
  3. 1 કપ ઝીણા સમારેલા લીલા કાંદા
  4. 1 કપ-ઝીણું સમારલુ લીલુ લસણ
  5. 1 ટેબલસ્પૂન- આદું મરચાં ની પેસ્ટ
  6. 2- બારિક સમારેલા / ગ્રેવિ કરેલા ટામેટાં
  7. 1 ટેબલસ્પૂન ગોળ
  8. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  9. વધાર માટે ના ઘટકો
  10. 1 -1/2- ટીસ્પુન હિંગ
  11. 1- ટીસ્પુન જીરુ
  12. 1- ટીસ્પુન રાઈ
  13. 1- નાનો તજ નો ટુકડો
  14. 2- લવિંગ
  15. 7-8- મીઠાં લીમડા ના પાન
  16. 2- કરી પત્તા
  17. 3 ટેબલ સ્પૂન તલ નુ તેલ
  18. મસાલા
  19. 2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર તીખાશ પ્રમાણે
  20. 1 -1/2 ટીસ્પૂન હળદર
  21. 1 ટીસ્પૂન ધાણાજીરું
  22. 2 ટીસ્પૂન ગરમ મસાલો
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. ગાર્નીશ
  25. સમારેલી કોથમીર
  26. બેસન ની સેવ
  27. દાંડમ નાં દાણા

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તાવડીમાં તુવેર ના દાણા શેકવા દાણા ધીમા તાપે શેકવા અને ઉપર એક બાઊલ ઢાંકી દેવુ જેથી તે સરસ શકાય

  2. 2

    થોડી થોડી વાર તેમા ચમચા થી હલાવતા રેવુ આ રીતે દાણા શકવાથી તેમા બોવજ સરસ સુંગધ આવે છે અને ટેસ્ટ મા પણ બોવજ ટેસ્ટિ લાગે છે પછી તેને એક બાઊલ મા કાઢી લેવા

  3. 3

    હવે એક મોટી કડાઈ મા તેલ ગરમ મુકવું તેલ ગરમ થાઈ એટલે ઉપર બતાવેલા બધાં મસાલા અને લસણ ની પેસ્ટ નો વધાર કરવો

  4. 4

    હવે તેમા લીલું લસણ કકડાંવવુ(થોડું લીલું લસણ નો લીલો ભાગ રાખી મુકવો) લસણ કાચુ પણ ન રહે અને બળી પણ ન જાય તેવુ થાઈ એટલે તેમા કાંદા ઉમેરવા અને બરાબર સાંતળવા

  5. 5

    કાંદા સતલાંય એટલે આદૂ મરચાં ની પેસ્ટ ઉમેરી 3થી ચાર સેકન્ડ ચડવા દેવુ પછી ટામેટાં ની પેસ્ટ ઉમેરવી અને જરુર મુજબ પાણી ઉમેરવાનું છે પછી 1મીનીટ ચડવા દેવુ

  6. 6

    હવે તેમા ગોળ ઉમેરવો અને બરાબર મિક્સ કરવુ ગોળ ઓગળે એટલે ઉપર બતાવેલ બધાં મસલા તેમા ઉમેરી ને બરાબર હલાવી મિક્સ કરવુ

  7. 7

    હવે તુવેર ના દાણા ઉમેરવા ના છે અને લસણ નો સમારલો લીલો ભાગ પણ હવે ઉમેરવાનો છે (શાક ચડવા આવે ત્યારે લસણ ઉમેરવા થી તે વધારે ટેસ્ટિ બને છે) હવે 1મીનીટ માટે ચડવા દેવુ બધો મસાલો ચડી જાય અને ગ્રેવિ ઘટ્ટ થાય એટલે ઉતારી લેવુ

  8. 8

    અને સેવ,કોથમીર અને દાંડમ ના દાણા થી ગાર્નીશ કરી બ્રેડ સાથે સર્વ કરવુ

  9. 9

    મહેસાણા ના તુવેર ના ટોઠા ખુબજ ફેમસ છે અને શિયાળા માં તાજી લીલી તુવેર ખુબજ મળે છે તુવેર ના ટોઠા ખાવાથી શિયાળા મા શરીર ને ગરમી મળે છે અને તે ખુબજ હેલ્ધી વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes