મિક્ષ શાક (Mix Shak recipe in Gujarati)

Bharti Chitroda Vaghela
Bharti Chitroda Vaghela @cook_26562639
વેરાવળ

આ અમારા ઘર માં શિયાળા માં બનતું અને બધાનું પ્રિય શાક છે...આ શાક ને રોટલી કે રોટલા વગર એમ જ ખાવામાં આવે તો વધું સ્વાદિષ્ટ લાગે છે.

મિક્ષ શાક (Mix Shak recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ અમારા ઘર માં શિયાળા માં બનતું અને બધાનું પ્રિય શાક છે...આ શાક ને રોટલી કે રોટલા વગર એમ જ ખાવામાં આવે તો વધું સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 100 ગ્રામબટાકા
  2. 200 ગ્રામરીંગણા
  3. 100 ગ્રામવાલોળ
  4. 100 ગ્રામલીલાં વટાણા
  5. 100 ગ્રામમરચા લીલાં
  6. 1જુડી લીલી મેથી ની ભાજી
  7. 1જુડી ધાણા ભાજી
  8. 2-3સરગવો ની શીંગ
  9. વઘાર માટે તેલ
  10. લાલ મરચા પાઉડર સ્વાદ મુજબ
  11. નમક સ્વાદ મુજબ
  12. 2 ચમચીધાણા જીરું પાઉડર
  13. 1/2ચમચી ગરમ મસાલો
  14. હળદળ પાઉડર
  15. 3-4 કપબાજરા નો લોટ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધું જ શાક ભાજી ને ધોઈ ને સમારી લો.

  2. 2

    ત્યાર બાદ તેને સાદા શાક ની જેમ વઘાર કરી લો. તમને મસાલા જેવા ફાવે તેવા વધુ ઓછા રાખવા.

  3. 3

    આ શાક માં રસા નું પ્રમાણ વધુ રાખવાથી સ્વાદ વધુ સારો આવે છે. તો થોડું પાણી વધું નાખવું. કુકર માં 2 થી 3 સિટી કરવી.

  4. 4

    સાથે સાથે 3 કપ બાજરા નો લોટ ચાળી લેવો, તેમાં હળદળ પાઉડર, નમક અને મેથી ની ભાજી, તથા

  5. 5

    મરચા અને ધાણા ભાજી ની પેસ્ટ નાખી મુઠીયા વળે તેવો લોટ બાંધવો.

  6. 6

    તેના મુઠીયા વાળી ને તૈયાર રાખો. કુકર ઠંડુ પડે એટલે તેમાં આ બાજરા ના લોટ ના મુઠીયા નાખી ફરી થી 3 સિટી કરો.

  7. 7

    એને ગરમાં ગરમ જ પીરસો. માથે ધાણા ભાજી નાખો. કેમ કે આ શાક શિયાળા સ્પેશિયલ છે. સાથે ફાવે તો રોટલી કે રોટલો ખાઈ શકાય..તો તૈયાર છે શિયાળુ સ્પેશિયલ ઢોકળા નું શાક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharti Chitroda Vaghela
Bharti Chitroda Vaghela @cook_26562639
પર
વેરાવળ
I love ❤️ cooking...
વધુ વાંચો

Similar Recipes