બીટ-ખજૂર ના લાડુ(Beetroot dates laddu recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૩ નંગબીટ ખમણેલું
  2. ૮ થી ૧૦ નંગ ખજૂર નાના ટુકડા
  3. ૫ ચમચીઘી
  4. ૪ ચમચીખાંડ
  5. ૨ ચમચીસૂકું નારિયેળ ખમણ
  6. ૧.૫ ગ્લાસ દૂધ
  7. ચપટીઈલાયચી પાઉડર
  8. ચપટીજાયફળ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ૨ થી ૩ ચમચી જેટલું ઘી ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં ૧૦ મિનિટ સુધી બીટ ને સાંતળો. (હલાવ્યા કરવું.)

  2. 2

    હવે બીટ બરાબર સંતળાય જાય એટલે અલગ રાખી દો. હવે ફરી ૨ ચમચી ઘી ગરમ કરી તેમાં ખજૂર ના જીણા કટકા સાંતળી લો.

  3. 3

    હવે ગેસ બંધ કરી ખજૂર ના સાંતળેલા કટકા માં ૧.૫ ગ્લાસ દૂધ નાખી બ્લૅન્ડ કરો.

  4. 4

    હવે દૂધ વાળા ખજૂર ના મિશ્રણ ને ગેસ પર મુકો. હવે તેમાં ૪ ચમચી ખાંડ ઉમેરો. થોડું દૂધ ઉકળે એટલે એમાં સાતળેલું બીટ ઉમેરો.

  5. 5

    હવે બધું બરાબર હલાવી દો.હવે તેમાં ૨ ચમચી નારિયેળ ખમણ, ઈલાયચી પાઉડર અને ચપટી જાયફળ ઉમેરો.

  6. 6

    ગેસ મીડીયમ રાખી હલાવતા રહો. ધીમે ધીમે દૂધ બળવા લાગશે.

  7. 7

    બધું દૂધ બળી જાય એટલે ગેસ બંધ કરી ઠરવા દો.

  8. 8

    હવે તમને ગમતા શેપ માં લાડુ તૈયાર કરો.પિસ્તા થી ગાર્નીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes