વેજ દમ બિરયાની (Vag Dum Biryani Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
૫ લોકો માટે
  1. ૧ કપબાસમતી રાઈસ
  2. લવીંગ
  3. નાનો ટૂકડો તજ
  4. તમાલપત્ર
  5. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  6. કેપ્સિકમ
  7. ઝીણી સમારેલી ડુંગળી
  8. ૨ નંગબટાકા
  9. ૧ નંગગાજર
  10. ઝીણા સમારેલા ટામેટા
  11. ૨-૩ મોટી ચમચી તેલ
  12. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  13. ૧/૨ વાટકીકેસર વાળું પાણી
  14. 2 નંગલવીંગ
  15. નાનો ટૂકડો તજ
  16. તમાલપત્ર
  17. ૧ કપદહીં
  18. ૧/૪ કપફૂદીનો
  19. ૨ ચમચીલાલ મરચું
  20. ૧ ચમચીહળદર
  21. ૨ ચમચીધાણાજીરૂ
  22. ૧ ચમચીગરમ મસાલો
  23. ૨ ચમચીબિરયાની મસાલો
  24. મીઠું સ્વાદમુજબ
  25. ડુંગળી નો બિરસ્તો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બાસમતી રાઈસ બરાબર ધોઈ લઈ એક પેન માં પાણી, તેલ, લવીંગ, તજ, તમાલપત્ર અને મીઠું નાખી બાફી લેવાં બહુ ચડવા દેવા નહીં. એક ચાળણી માં કાઢી લઈ ઉપર ઠંડુ પાણી રેડી દેવું

  2. 2

    હવે બધા શાક સમારી લેવાં

  3. 3

    ડુંગળી નો બિરસ્તો તૈયાર કરી લેવો

  4. 4

    હવે એક પેન માં તેલ મૂકી એમાં તજ લવીંગ અને તમાલપત્ર ઉમેરવું હવે ડુંગળી અને લસણ ઉમેરી ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી.

  5. 5

    હવે બધા શાક ઉમેરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દેવું

  6. 6

    હવે બધો મસાલો કરી દેવો ફૂદીનો ઝીણો સમારી ઉમેરવો અને દહીં વલોવી ને ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું

  7. 7

    ૫ મિનિટ મસાલો શાક માં મિક્ષ થવા દેવું પછી ગેસ બંધ કરી દેવો

  8. 8

    હવે એક હાંડી કે કૂકર લઈ એમાં નીચે શાક નું લેયર કરવું એની ઉપર રાઈસ નું લોયર કરવું એની ઉપર કેસરનું પાણી રેડવું અને બિરસ્તો ભભરાવવો. આ રીતે ૨ વાર કરવું છેલ્લે રાઈસ ઉપર ઘી મૂકવું એક ડીશ માં કોલસો ગરમ કરી ઉપર મુકી ઘી મૂકી ઢાંકણ ઢાંકી ઘઉં નો લોટ ચોંટાડી દેવો

  9. 9
  10. 10

    ૫-૧૦ મિનિટ થવા દેવું પછી ગરમાગરમ બિરયાની રાયતા સાથે સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes