બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#ટ્રેડિંગ #વીક1
HAPPY COOKING
બટેટા વડા એ સોરાષ્ટ નુ ફેમસ ફરસાણ છે.દરેક પ્રસંગે વાર તહેવારે બનતું ફરસાણ છે.

બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)

#ટ્રેડિંગ #વીક1
HAPPY COOKING
બટેટા વડા એ સોરાષ્ટ નુ ફેમસ ફરસાણ છે.દરેક પ્રસંગે વાર તહેવારે બનતું ફરસાણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મીનીટ
1વ્યક્તિ માટે
  1. 2 વાટકા ચણાનો લોટ
  2. 250 ગ્રામબટેટા
  3. તળવા માટે તેલ જરુર મુજબ
  4. 2 ચમચીઆદુમરચા ક્રશ કરેલા
  5. 1 નાની ચમચીગરમ મસાલો
  6. 1 નાની ચમચીઆમચૂર પાઉડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 ચમચીદળેલી ખાંડ
  9. 2 ચમચીસમારેલી કોથમીર
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. ચપટીસાજીં ના ફુલ
  12. ચટણી બનાવવા માટે
  13. 1 વાટકીદહીં
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 3 ચમચીદળેલી ખાંડ
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 ચમચીસમારેલી કોથમીર
  18. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    પહેલાં બટેટા ને પાણીથી ધોઈ લેવા. ગેસ ચાલુ કરી ગેસ ઉપર કુકર મુકી તેમાં પાણી નાખી ને તેમા બટેટા નાખી દેવા.બટેટા ને બે વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો. વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું.

  2. 2

    બટેટા ઠંડા થાય એટલે બટેટા ની છાલ કાઢી ને કટકા કરી લેવા પછી બટેટા નો માવો કરી લેવો. તેમાં ઉપર લખેલ બધા મસાલા નાખી ને મીક્ષ કરી લેવા. બધો મસાલો થઈ ગયો છે. હવે તેમાથી નાના નાના ગોળા વાળી લેવા.

  3. 3

    હવે એક બાઉલ મા ચણાનો લોટ લઈ લેવો. તેમાં પાણી નાખી ને લોટ નુ ખીરુ તૈયાર કરવું. હવે તેમાં મીઠું, ચપટી સાજીં ના ફુલ અને લીંબુ નો રસ નાખી મીક્ષ કરી લેવું. લોટ નું ખીરું તૈયાર થઈ ગયું છે.

  4. 4

    હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં બટેટા નો એક લુવો લઈ ચણા ના લોટ મા ડીપ કરી તેલ મા તળી લેવાં.

  5. 5

    આવી રીતે બધા બટેટા વડા તળી લેવા. તો તૈયાર છે ગરમાગરમ બટેટા વડા.

  6. 6

    મેં બટેટા વડા ને દહીં ની ચટણી સાથે સર્વ કયૉ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes