તાવો ચાપડી (tavo chapdi recipe in Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#KS
સૌરાષ્ટ્ર માં રાજકોટ શહેર ની પ્રખ્યાત ડિશ ચાપડી તાવો.. હવે તો ગુજરાત માં પણ ઘણા લોકો આ વાનગી બનાવે છે. નાના પ્રસંગો માં અને શિયાળા ની પાર્ટી માં પણ આ બનાવે છે.આ માં તમને ભાવતા બધાજ શાક નો ઉપયોગ કરી શકા ય..

તાવો ચાપડી (tavo chapdi recipe in Gujarati)

#KS
સૌરાષ્ટ્ર માં રાજકોટ શહેર ની પ્રખ્યાત ડિશ ચાપડી તાવો.. હવે તો ગુજરાત માં પણ ઘણા લોકો આ વાનગી બનાવે છે. નાના પ્રસંગો માં અને શિયાળા ની પાર્ટી માં પણ આ બનાવે છે.આ માં તમને ભાવતા બધાજ શાક નો ઉપયોગ કરી શકા ય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3વ્યક્તિ
  1. 50-ગ્રામ ગુવાર
  2. 50- ગ્રામફણસી
  3. 50-ગ્રામ તુવેર દાણા
  4. 50-વાલોર
  5. 50-ગ્રામ વટાણા ના
  6. 2-ટામેટા સમારેેેલ
  7. 1-બટા કુ ક્ટ કરેલ
  8. 1-રીંગણ સમારેેેલ
  9. 2-નાની ડુંગળી
  10. 1-ગાંઠયો લસણ ની કળીઓ
  11. 1/2ચમચી-હળદર
  12. 1-ધાણ જીરું પાઉડર
  13. 2-ચમચી કાશ્મીરી મરચા પાઉડર
  14. 1/2ગરમ મસાલો
  15. મીઠું સ્વાદનુસાર
  16. 2-ચમચા તેલ વઘાર માટે
  17. 1/2 ચમચીરાઇ, વહપ્તિ
  18. 1-સૂકું મરચું
  19. ચપટી-હિંગ
  20. 1/2તમાલપત્ર
  21. 2ચમચી-કોથમીર કટ કરેેલી
  22. પાણી-1,1/2ગ્લાસ
  23. ચાપડી માટે:-
  24. 250ગ્રામ- ઘઉં નો કકરો ભાખરી નો લોટ
  25. 50-ગ્રામ સોજી
  26. 2ચપટી-અજમો
  27. 2- ચમચીજીરું
  28. મીઠું સ્વાદનુંંસાર
  29. 1-તલ
  30. 2-ચમચા તેલ મોણ માટે
  31. 1-ચમચી-મલાઈ
  32. ગરમ પાણી જરુર મુજબ લોટ બાંધવા માટૅ
  33. તેલ તળવા માટે જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    પહેલા તો તમને જે શાક ભાવતા હોય એ શાક લાઇ ને ધોઈ ને ઝીણાં સમારો.પછીકુકર માં તેલ નાખો તેમાં લસણ વાટેલું, સુકુલાલ મરચુ,તેજપત્ર, રાઈ,જીરું,હિંગ નાખી કાંદા,લસણ ટામેટા નાંખો. પછી સાંતળી ને તેમાં બધા જ શાક નાંખો અને તેમાં મસાલા કરો. બધા જ.

  2. 2

    હવે બધા જ મસાલા તેમજ સ્વાદનુસાર મીઠું,પાણી નાખો.ગરમ મસાલા પણ નાંખો.

  3. 3

    મસાલા કરી ને 2 મિનિટ માટે હલાવી ને પાણી નાખીને કુકર બંધ કરી ને 3 વિસલ વગડો.

  4. 4

    હવે આપણો તાવો તૈયાર છે.તો હવે ચાપડી નો લોટ બંધીશું. તો તેમાં ઘઉં નો કકરોલોટ,સોજી, મીઠું,જીરું,અજમો,તેલ,મલાઈ નું મોણ નાંખો.

  5. 5

    હવે મુઠી વડે એટલું મોંણનાખી ગરમ પાણી થી લોટ બાંધતા જવો. ત્યાં ગેસ પર તેલ મૂકી ને... લોટ બાંધવો.

  6. 6

    તેલ ગરમ થાય એટલે હાથે થી ચાપડી બનાવી તૈયાર કરો. અને મીડીયમ ફાસ્ટ તાપે ચાપડી તળો.

  7. 7

    આમ,ચાપડી સરસ ગોલ્ડન બ્રાઉન તળો.

  8. 8

    હવે તાવા શાક માં ઉપર થી કોથમીર નાખો.અને બાઉલ માં સર્વ કરો. સાથે લાલ લીલા મરચા,સલાડ,સાથે ચાપડી,કાંદા સાથે પીરસો.

  9. 9

    તો ગરમ ગરમ તાવો ચાપડી તૈયાર છે. અને શિયાળા ની આ વાનગી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes