વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. 1 કપબાસમતી ચોખા
  2. નાનો બટાકો ઝીણું સમારેલું
  3. 2 ચમચીઝીણા સમારેલા ગાજર
  4. બેથી ત્રણ ચમચી લીલા વટાણા
  5. 2 ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ
  6. 2 ચમચીઝીણી સમારેલી કોબીજ
  7. 2 ચમચીઝીણું સમારેલું ફ્લાવર
  8. 1 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી-ઝીણી સમારેલી
  9. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. 2 ચમચીઘી અથવા તેલ
  11. 1/2 ટી.સ્પૂનજીરું
  12. ચપટીહિંગ
  13. 1/2 ટી સ્પૂનહળદર
  14. 1/2 ટીસ્પૂનધાણાજીરું
  15. 1 ચમચીલાલ મરચું પાઉડર
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 1 ચમચીપુલાવ મસાલો
  18. 1 નંગટમેટું ઝીણું સમારેલું
  19. કોથમીર જરૂર મુજબ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બાસમતી ચોખાને સારી રીતે ધોઈ પલાળી એક કલાક રાખો

  2. 2

    બધું જ વેજીટેબલ ઝીણું સમારો.

  3. 3

    કુકર ની અંદર ઘી અથવા તેલ લઇ ગરમ કરી તેમાં જીરું આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી નાખીને સાંતળો

  4. 4

    ડુંગળી આછી ગુલાબી સંતળાય એટલે તેમાં ઉપર જણાવેલ વેજીટેબલ ઉમેરી બેથી ત્રણ મિનિટ સાંતળો. પછી તેમાં ઉપર જણાવેલ મસાલા વડે સીઝનીંગ કરી બધું જ બરાબર મિક્સ કરો

  5. 5

    પછી તેમાં એક કપ ચોખા એ બે કપ પાણી ઉમેરી બધુ બરાબર મિક્સ કરી કુકર નું ઢાંકણું બંધ કરી ત્રણ વ્હિસલ વગાડી થોડીવાર ધીરા ગેસ પર રાખો

  6. 6

    તો તૈયાર છે આપણા કુકરમાં ઝટપટ બની જતો વેજીટેબલ પુલાવ તેને ગરમાગરમ કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes