મેથી ગાંઠિયા (Methi Ganthiya Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
#cookpad
ગાંઠિયા એટલે ગુજરાતીઓ નો માનીતો નાસ્તો!!
એમાંય મરચાં, ડુંગળી સંભારો હોય તો મજા પડી જાય.

મેથી ગાંઠિયા (Methi Ganthiya Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
ગાંઠિયા એટલે ગુજરાતીઓ નો માનીતો નાસ્તો!!
એમાંય મરચાં, ડુંગળી સંભારો હોય તો મજા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપબેસન
  2. ૨૦૦ ગ્રામ મેથી ની ભાજી
  3. તળવા માટે તેલ, આવશ્યકતા અનુસાર
  4. ૨ ટીસ્પૂનતેલ મોણ માટે
  5. ૧/૨ ટીસ્પૂનહળદર
  6. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  7. ચપટીહિંગ
  8. મીઠું આવશ્યકતા અનુસાર
  9. ૧ ટીસ્પૂનઅજમો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથીની ભાજી ને ધોઈ,બારીક કટ કરી અને કોરી કરી લો.બેસનમાં ૨ ટીસ્પૂન તેલ નાખી મોઈ લો.હવે તેમાં મીઠું હળદર મરી પાઉડર, અજમો નાખી મિક્સ કરી લો. ૧ કપ પાણી થી ઢીલો લોટ બાંધી લો.૨૫ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.હવે ભાજી નાખી ફરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે સેવ પાડવાના સંચામાં તેલ લગાવી દો.ગાંઠિયાની જાળી મુકવી.તેમાં લોટ ભરી દેવો.બંધ કરી અને ગરમ તેલમાં સમાય એટલા ગાંઠિયા પાડવા.ત્યારબાદ ગેસ ધીમો કરી દેવો.ક્રીસ્પી તળી લો.આ રીતે બધા જ ગાંઠિયા તળી અને તૈયાર કરી લેવા.એરટાઈટ કંન્ટેનરમાં ભરી લેવા. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes