મેથી, પાલક ના પરાઠા (Methi Palak Paratha Recipe In Gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
Mumbai-India
શેર કરો

ઘટકો

૨૦
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧/૨ કપચોખા નો લોટ
  3. ૧ ચમચીતેલ મોણ માટે
  4. બાઉલ મેથી, પાલક બારીક સમારેલી
  5. ૧ ચમચીતેલ શાક બનાવા માટે
  6. ૧/૨ ચમચીમસાલો
  7. ૧/૨હળદર
  8. ૧/૨ ચમચીધાણાજીરૂ
  9. હિંગ
  10. ૧/૨ ચમચી તલ
  11. ૧/૨ ચમચીજીરૂ
  12. ઘી અથવા બટર
  13. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    મેથી અને પાલક બારીક સમારી લો, મિક્સ કરી તેને બરાબર ધોઈ ને સાફ કરી લો હવે એમાં થી પાણી નીતારી લો,

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું અને તલ નાખી ગરમ કરો હવે એમાં બારીક સમારેલી મેથી અને પાલક નાખી મિક્સ કરવું હવે એમાં મસાલો હળદર હિંગ સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું.શાક જેવું બનાવી લેવું, હવે એને ઠંડુ થવા દેવું,

  3. 3

    એક તાસ માં ઘઉં નો લોટ લઈ ને તેમાં ચોખા નો લોટ લઈ ને તેમાં એક ચમચી તેલ નાખી, તેમાં મેથી, પાલક નું શાક નાખી મિક્સ કરવું હવે એમાં પાણી નાખી લોટ બાંધી લો હવે એને થોડી વાર રેસ્ટ આપવો, હવે એના ત્રિકોણ શેપ ના પરોઠા વણી લો હવે તવા પર ઘી અથવા બટર લગાવી શેકી લો, હવે એને ગરમાગરમ દહીં અને આચાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
પર
Mumbai-India

Similar Recipes