લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ સર્વિંગ્સ
  1. ૧ tspછીણેલું આદુ
  2. ૪-૫ ફ્રેન્ચ બીન્સ (ફણસી) - સમારેલી
  3. ૧/૨ બાઉલ ઝીણી સમારેલી કોબીજ
  4. ૧/૨ બાઉલ બાફીને સમારેલી મકાઈ
  5. ૧/૨ બાઉલ ઝીણું સમારેલું કેપ્સિકમ
  6. ૧/૨ બાઉલ બાફી ને સમારેલું મશરૂમ
  7. ૧/૨ બાઉલ જીની સમારેલી કોથમીર ની દાંડી
  8. લીંબુ નો રસ
  9. ૧/૨ tspકોર્ન ફ્લોર
  10. ૨ ચમચીએકદમ ઝીણી સમારેલી કોથમીર
  11. ૨ચમચીકાળા મરી પાઉડર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. બાઉલ પાણી
  14. ૧ ટે. ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે આદુ નાખો અને તેને સાંતળો. એ પછી બધા સમારેલા શાકભાજી નાખો અને ૩-૪ મિનિટ સાંતળો. એ પછી મરી નો પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને બરાબર હલાવો.

  2. 2

    હવે તેમાં પાણી ઉમેરો અને કડાઈ ને ઢાંકી ને ૧૦ મિનિટ જેવું ઉકાળવા દો.

  3. 3

    સૂપ ઉકાળી જાય એટલે એક નાની વાટકી માં કોર્ન ફ્લોર લો અને તેમાં ૧ તબસપ જેટલું પાણી ઉમેરી તેમાં ગઠ્ઠા ના રહે તેવું હલાવો અને હવે ધીરે ધીરે સૂપ માં કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરાતા જાવ અને હલાવતા રહો. ૨-૩ મિનિટ જેવું ઉકાળવા દો. હવે લીંબુ નો રસ પણ ઉમેરી દો અને સમારેલી કોથમીર પણ ઉમેરી વ્યવસ્થિત હલકા હાથે મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે લેમન કોરિએન્ડર સુપ. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes