લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ (Lemon & Coriander Soup Recipe In Gujararti)

Sneha advani
Sneha advani @cook_26587743

#DA #Week2 આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે.મારા સસરા નુ ફેવરીટ સુપ છે.

લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ (Lemon & Coriander Soup Recipe In Gujararti)

1 કમેન્ટ કરેલ છે

#DA #Week2 આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે.મારા સસરા નુ ફેવરીટ સુપ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ ટેબલસ્પૂનલીંબુનો રસ
  2. ૧/૪ કપઝીણી સમારેલી કોથમીર
  3. ૨ ટીસ્પૂનતેલ
  4. ૨ ટીસ્પૂનઝીણું સમારેલું લસણ
  5. ૨ ટીસ્પૂનઝીણા સમારેલા લીલા મરચાં
  6. ૧/૪ કપઝીણા સમારેલા કાંદા
  7. ૧/૪ કપઝીણી સમારેલી કોબી
  8. ૧/૪ કપઝીણા સમારેલા ગાજર
  9. ૩ કપબેઝીક વેજીટેબલ સ્ટોક
  10. સ્વાદાનુસારમીઠું,
  11. ૨ ટીસ્પૂનકોર્નફ્લોર, ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
    તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.

  2. 2

    તે પછી તેમાં કોબી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
    છેલ્લે તેમાં બેઝીક વેજીટેબલ સ્ટોક, લીંબુનો રસ, મીઠું અને કોર્નફ્લોરનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લ્યો.

  3. 3

    છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
    તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha advani
Sneha advani @cook_26587743
પર

Similar Recipes