બ્રેડ રોલ્સ (Bread Rolls Recipe in Gujarati)

Mona Acharya
Mona Acharya @cook_26616027
Ahmedabad

આજે મેં બ્રેડ ના રોલ બનાયા છે, જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં વધારે વસ્તુઓની પણ જરૂર પડતી નથી આપણા ઘરે કોઇ મહેમાન આવે કે કોઈ પાર્ટી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય તેવો સરસ મજાનો ટેસ્ટી નાસ્તો છે
#GA4
#week21
#Rolls

બ્રેડ રોલ્સ (Bread Rolls Recipe in Gujarati)

આજે મેં બ્રેડ ના રોલ બનાયા છે, જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં વધારે વસ્તુઓની પણ જરૂર પડતી નથી આપણા ઘરે કોઇ મહેમાન આવે કે કોઈ પાર્ટી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય તેવો સરસ મજાનો ટેસ્ટી નાસ્તો છે
#GA4
#week21
#Rolls

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨-૩ વ્યક્તિ
  1. 8બ્રેડની સ્લાઈસ (કિનાર કાપેલી)
  2. ૨-૩ મિડીયમ સાઈઝ બટેકા (બાફેલા)
  3. ૧/૪ કપપનીર (છીણી લેવું)
  4. ૧ નંગડુંગળી (ઝીણી સમારેલી)
  5. ૨ નંગલીલા મરચાં (ઝીણા સમારેલા)
  6. ૧/૪ કપકોથમીર (ઝીણી સમારેલી)
  7. ૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. ૧ ટી સ્પૂનજીરુ પાઉડર (શેકેલો)
  9. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૧/૨ કપદૂધ
  12. ૧/૨ કપપાણી
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પહેલા એક બાઉલમાં બાફેલા બટાકાને મસળીને તેમાં બધા જ મસાલા, ડુંગળી,કોથમીર,પનીર નું છીણ નાખી તેને મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ તે મિશ્રણના એક સરખા નાના નાના ગોળા અથવા રોલ બનાવી લો

  3. 3

    હવે એક ડીશમાં દૂધ અને પાણી ભેગું કરી લો, અને બીજી બાજુ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો

  4. 4

    હવે એક બ્રેડ સ્લાઈસ લઈ તેને દૂધ અને પાણીના મિશ્રણ માં બોળી તરત જ કાઢી તેનું પાણી સરસ રીતે હાથથી દબાવી કાઢી લેવું હવે તે બ્રેડ પર બટાકાના મિશ્રણ વાળો એક રોલ મૂકી દો

  5. 5

    ત્યારબાદ તે રોલને બ્રેડમાં ફોલ્ડ કરી હાથ થી રોલ બનાવી લો, આ રીતે બધા જ રોલ તૈયાર કરી લેવા

  6. 6

    હવે આ બધા જ રોલ ને વારાફરતી મીડીયમ ગરમ તેલમાં તળી લેવા (ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી)

  7. 7

    આપણા સરસ મજાના ગરમ-ગરમ બ્રેડ રોલ તૈયાર છે, આ બ્રેડ રોલ લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mona Acharya
Mona Acharya @cook_26616027
પર
Ahmedabad

Similar Recipes