દૂધીની છાલ નો સંભારો (Dudhi chhal no sambharo recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week21
#bottlegourd
#cookpadgujarati
#cookpadindia
દૂધી માંથી આપણે જ્યારે કોઈ વાનગી બનાવીએ છીએ ત્યારે તેને છોલીને તેની ઉપરની છાલ જવા દેતા હોઈએ છીએ. પરંતુ આ છાલને થોડી ઝીણી સમારીને તેમાંથી સરસ મજાનો સંભારો બનાવી શકાય છે. દૂધીની સમારેલી છાલને વઘારી તેમાં ચણાનો લોટ ઉમેરીને બનાવવામાં આવતો આ સંભારો ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 1 નંગનાની દૂધી
  2. 2 tbspલીલા મરચા ની કટકી
  3. 1 tbspતેલ
  4. 1 tspરાઈ
  5. 1/2 tspહીંગ
  6. 1 tspલાલ મરચું પાઉડર
  7. 1/2 tspહળદર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 3 tbspચણાનો લોટ
  10. 1 tbspલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દૂધીની છાલ થોડી જાડી ઉતારી તેને આ રીતે ઝીણી સમારી લેવાની છે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને હીંગ નો વધાર કરવાનો છે.

  3. 3

    ત્યારબાદ તેમાં લીલા મરચા ની કટકી ઉમેરવાની છે.

  4. 4

    હવે તેમા દૂધીની સમારેલી છાલ ઉમેરવાની છે.

  5. 5

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાના છે. થોડું પાણી ઉમેરી તેને બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  6. 6

    હવે તેમાં ચણાનો લોટ ઉમેરી સતત હલાવવાનું છે જેથી ગાંઠા પડી ન જાય અને લોટ નીચે ચોટી પણ ન જાય.

  7. 7

    હવે તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. ચણાનો લોટ ચડી જાય અને પાણી બધું બળી જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે.

  8. 8

    આ સંભારાને આપણે સાઈડ ડિશ તરીકે કોઇપણ જમણવારમાં પાપડ કે સલાડની સાથે સર્વ કરી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes