કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો
  1. લોટ માટે :
  2. બાઉલ ઘઉંનો લોટ
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. ૧/૨ ચમચીસફેદ તલ
  6. ૧/૪ ચમચીમરી પાઉડર
  7. ૨& ૧/૨ ચમચી તેલ
  8. ૧/૨ ગ્લાસપાણી
  9. ઘઉંનો લોટ વણવા માટે
  10. માખણ અથવા તેલ શેકવા માટે
  11. સ્ટફિંગ માટે :
  12. બાઉલ ખમણીને નીચોવેલી કૉબીજ
  13. ૧/૪બાઉલ ખમણીને નીચોવેલી ડુંગળી
  14. ૧/૨ ચમચીલાલ મરચું
  15. ૧/૪ ચમચીઆમચૂર પાઉડર
  16. ૧/૪ ચમચીધાણા પાઉડર
  17. ૧/૪ ચમચીહીંગ
  18. ૧/૪ ચમચીગરમ મસાલા
  19. ૧/૪ ચમચીઅજમા
  20. ૧/૪બાઉલ જીણી સમારેલી કોથમીર
  21. ૧/૨ ચમચીમીઠું (સ્વાદ અનુસાર)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટમાં મીઠું, જીરૂ, તલ, મરીનો પાઉડર અને તેલ ઉમેરી મિક્ષ કરી પાણી નાંખી લોટ બાંધી લો. ૧/૨ ચમચી તેલ નાંખી બરાબર કૂણી ઉપર તેલ લગાવી ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકીને રેહવા દો.

  2. 2

    ત્યારબાદ એક મિક્ષિંગ બાઉલમાં કૉબીજ, ડુંગળી, બધા મસાલા અને કોથમીર ઉમેરો.

  3. 3

    પછી લોટને બરાબર કુણપીને લુઆ તૈયાર કરી લો. સ્ટફિંગ બરાબર મિક્ષ કરી મીઠું ઉમેરી હળવા હાથે મિક્ષ કરો. (પરાઠા બનાવવા ટાઇમે જ મીઠું ઉમેરવું જેથી કરીને પાણી છુટ્ટુંના પડે.)

  4. 4

    થોડું નાનું વણી વચ્ચે સ્ટફિંગ મૂકી બરાબર વાળીને લોટ લગાવી ગોળ પરાઠા વણી લો.

  5. 5

    તવી ગરમ કરી બન્ને સાઇડ માખણ લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લો. બધા એ રીતે જ તૈયાર કરી લો.

  6. 6

    ગરમ ગરમ પરાઠા ચટણી અને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

Similar Recipes