બ્રેડ રસમલાઈ | Easy Rasmalai Recipe

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. રબડી માટે:
  2. ૧ લિટરદૂધ
  3. ૧/૪ ચમચીકેસર
  4. ૧/૪ ચમચીઈલાઈચી પાઉડર
  5. ૧/૪ ચમચીજાયફળ પાઉડર
  6. ૧/૨બાઉલ ખાંડ
  7. ૧/૪ કપકાપેલા ડ્રાયફ્રુટ્સ (બદામ, કાજુ & પીસ્તા)
  8. બૉલ માટે :
  9. ૧ ચમચીકાપેલા ડ્રાયફ્રુટ્સ (બદામ, કાજુ & પીસ્તા)
  10. ૧/૨ ચમચીકિસમિસ
  11. ૧/૨ ચમચીનાળિયેરનું ખમણ
  12. બ્રેડ સ્લાઇસ
  13. ૧/૨ ગ્લાસપાણી
  14. ડ્રાયફ્રુટ્સ & કેસર ગાર્નિસ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો. તેમાં કેસર અને ઇલાયચી પાઉડર નાંખી ઉકાળો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. તેમાં ખાંડ નાંખી બરાબર હલાવી 1/2 રહે ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    ડ્રાયફ્રુટ્સ નાંખી એક ઉભરો આવે એટલે બંધ કરી, ઠંડું થવા દો.

  3. 3

    એક બાઉલમાં કાપેલા ડ્રાયફ્રુટ્સ, કિસમિસ અને નાળિયેરનું ખમણ લઇ મિક્ષ કરી લો. ત્યારબાદ બ્રેડની કિનારી કાપી પાણીમાં પલાળી દબાવીને પાણી નીચોવી વચ્ચે ડ્રાયફ્રુટ્સ મિશ્રણ મૂકો.

  4. 4

    બધા બૉલ તૈયાર કરો. સર્વિંગ પ્લેટમાં રાખી તેના પર રબડી રેળી દો.

  5. 5

    ડ્રાયફ્રુટ્સ અને કેસરથી ગાર્નિસ કરી ૧ કલાક ફ્રીજમાં રાખી ઠંડી રસમલાઇ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

Similar Recipes