ટામેટા પાઉડર અને સૂંઠ પાઉડર (Tomato Powder Shunth Powder Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#KS5
મે આજે જે બે પાઉડર બનાવ્યા છે તે બંને એક જ દિવસમાં બની જાઈ છે.મે જે રીતે સૂંઠ પાઉડર બનાવ્યો છે તેને તડકા ની જરૂર પડતી નથી અને જલ્દી બની જાય છે.તેની સુગંધ બહુ સરસ આવે છે અને તેને આપણે લાંબા સમય સુધી સાચવી પણ શકીએ છીએ.ટામેટા પાઉડર પણ જલ્દી બની જાય છે.પણ તેને સૂકવવા માટે એક દિવસ ના તડકા ની જરૂર પડે છે જો ઉતાવળ ન હોય તો તે પણ ઘર માં જ બે દિવસ મા તૈયાર થઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી
  2. ટામેટા ના પાઉડર માટે
  3. ૨૫૦ ગ્રામ ટામેટા(મે દેશી લીધા છે)
  4. સૂંઠ પાઉડર માટે
  5. ૨૫૦ ગ્રામ આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ ટામેટા ની સૂકવણી માટે ટામેટા ને ધોઈ ને કોરા કરી લો.ત્યાર બાદ તેને વચ્ચે થી કટ કરી બે ભાગ કરી લો અને વચ્ચે નો પલ્પ અલગ કરી લો.ત્યાર બાદ તેને પાતળી ચિપ્સ મા કટ કરી લો.

  2. 2

    હવે તેને એક રાત માટે પંખા નીચે સુકાવા દો.સવારે તેને તડકે મૂકી દો.આખો દિવસ તડકા મા સૂકાસે એટલે તે કડક થઈ જશે.સાંજે તેને મિક્સર જાર મા લઇ ને દળી લો એટલે હોમ મેડ ટોમેટો પાઉડર તૈયાર થઈ જશે.

  3. 3

    સૌ પ્રથમ આદુ ને ૨ થી ૩ પાણી થી ધોઈ લો.ત્યાર બાદ તેને નાના ટુકડા મા કાપી લો.ત્યાર બાદ તેને મિક્સર જારમાં લઈ લો.

  4. 4

    તેને દળી લો એટલે આદુ નો ભૂકો તૈયાર થશે.તેમાં પાણી નાખવાનું નથી તેને કોરું જ ક્રશ કરવાનું છે.તેને પણ મે એક રાત પંખા મા જ સુકવ્યું હતું સવારે સુકાઈ ગયું હતું.

  5. 5

    ત્યાર બાદ તેને મિક્સર જાર મા લઈ ને ક્રશ કરી લેવું એટલે સૂંઠ પાઉડર તૈયાર થઈ જશે.તેને ચાળવા ની જરૂર પડતી નથી.

  6. 6

    તો તૈયાર છે હોમ મેડ ટામેટા પાઉડર અને હોમ મેડ સૂંઠ પાઉડર.એકદમ ફ્રેશ અને બહાર મળતા પાઉડર કરતા સસ્તા અને શુદ્ધ.

  7. 7

    ટામેટા પાઉડર નો ઉપયોગ આપણે ફ્રેન્ચ ફ્રાય,પોટેટો ચિપ્સ, બનાના ચિપ્સ જેવી કોઈ પણ ડિશ ને ટેંગી બનાવી શકીએ છીએ.સૂંઠ પાઉડર નો ઉપયોગ આપણે ચા નો મસાલો, ગુંદર ની રાબ,ઉકાળો બનાવવા માટે થઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes