રાજસ્થાની દાળ ખીચડી (Rajasthani Dal Khichdi Recipe In Gujarati)

Swati Vora
Swati Vora @cook_29214171

બીઝી હો ત્યારે પોષ્ટીક અને સ્વાદિષ્ટ One Pot Meal

રાજસ્થાની દાળ ખીચડી (Rajasthani Dal Khichdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

બીઝી હો ત્યારે પોષ્ટીક અને સ્વાદિષ્ટ One Pot Meal

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૧/૨ વાટકો મગની મોગર દાળ
  2. ૧/૨ વાટકો મસૂરની દાળ
  3. ૧ વાટકો ચોખા
  4. ૧/૨ ટેબલ સ્પૂનમેથીના દાણા
  5. ૧/૪ ટેબલ સ્પૂનમરીનો ભુક્કો
  6. ૩ ટેબલ સ્પૂનઘી
  7. ૩ ટેબલ સ્પૂનતેલ
  8. ૧ ટેબલ સ્પૂનજીરું
  9. ૧/૨ ટેબલ સ્પૂનહિંગ પાઉડર
  10. ૧ ચમચીવાટેલા આદુ-મરચા
  11. ૧૦ નંગ લીમડાના પાન
  12. ૧.૫ ટેબલ સ્પૂન ખમણેલું લસણ
  13. ૨ નંગઝીણા સમારેલા મીડીયમ કાંદા
  14. ૨ નંગઝીણા સમારેલા મીડીયમ ટામેટાં
  15. ૧ ટેબલ સ્પૂનહળદર
  16. ૨ ટેબલ સ્પૂનધાણા-જીરા નો પાઉડર
  17. ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચાનો પાઉડર
  18. ૧/૨ ટેબલ સ્પૂનગરમ મસાલો
  19. ૧ ટેબલ સ્પૂનકસૂરી મેથી
  20. સૂકું મરચું
  21. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    દાળ ચોખા ને પાણીથી ધોઈ, ત્રણ ગણું પાણી નાખી કુકરમાં મુકો. એમાં હળદર, હિંગ, ઘી, મેથી, મરી નો પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી, હલાવી ૩ સિટી વગાડો.

  2. 2

    એક કઢાઈમાં તેલ મુકો અને ગરમ થાય એટલે એમાં જીરું, લીમડો, હિંગ, કાંદા, આદુ-મરચાની પેસ્ટ, લસણ અને ચપટી મીઠું નાખી સાંતળો.

  3. 3

    મસાલો ચડી જાય એટલે એમાં ટામેટાં ઉમેરો. ટામેટાં ચડી જાય એટલે લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા-જીરું અને કસૂરી મેથી નાખી, બે-ત્રણ મિનિટ સાંતળો.

  4. 4

    તૈયાર થયેલા મસાલામાં દાળ-ખીચડી નાખી ધીમા ગેસ ઉપર ૪-૫ મિનિટ ઉકાળો. ઉપરથી કોથમીર ભભરાઓ.

  5. 5

    વઘારિયામાં ઘી, સૂકું મરચું અને લસણ સાંતળી, દાળ-ખીચડી માં વઘાર કરો.

  6. 6

    દાળ-ખીચડીને કાંદા, કોથમીર અને વઘારથી ગાર્નીશ કરી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Vora
Swati Vora @cook_29214171
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes