ચાપડી શાક

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦-૬૦  મિનીટ
૨ વ્યક્તિ
  1. ચાપડી માટે વસતુ:
  2. ૧ કપભાખરી નો જાડો લોટ
  3. ચમચા ચણા નો લોટ
  4. ૧ મોટી ચમચીઘી
  5. ૧ મોટો ચમચોતેલ (મોણ માટે)
  6. ૧ ચમચીઅજમો
  7. ૧ ચમચીઆખું જીરૂ
  8. ૧ નાની ચમચીહિંગ
  9. ૧-૨ મોટી ચમચી દહીં
  10. ૧/૨ કપપાણી
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ચાપડી તળવા માટે તેલ
  13. શાક માટે ની વસ્તુ
  14. બટાકા
  15. નાના રીંગણા (મોટુ હોય તો ૧)
  16. ૧/૪ કપવટાણા
  17. મોટી ડુંગળી
  18. મોટો ગાાઠિયો લસણ
  19. ૨-૩ લીલું મરચું
  20. ટામેટું
  21. ૧ નાની ચમચીહિંગ
  22. તીખું લાલ મરચું સ્વાદ અનુસાર
  23. ૧ ચમચીહળદર
  24. ૧ ચમચીધાણજીરૂ
  25. ૨ મોટા ચમચાતેલ
  26. મીઠું સ્વાદ અનુસાર
  27. લીંબુ (ઓપ્શનલ)
  28. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૫૦-૬૦  મિનીટ
  1. 1

    શાક બનાવવા ની રીત

  2. 2

    સૌપ્રથમ બધા શાકભાજી ને સુધારી લ્યો(તમે તમારી મનપસંદ ના શાક લઈ સકો છો) ત્યાર બાદ આદુ, લસણ, લીલા મરચા ની પેસ્ટ બનાવો અને ડુંગળી અને ટામેટાં ઝીણાં સમારવા

  3. 3

    હવે એક કડાઇ ને ધીમી આચ ઉપર ગેસ ઉપર રાખો. તેમા બે મોટા ચમચા તેલ ને નાખો અને જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય પછી તેમાં કળી પત્તા, આખુ જીરૂ નાખો થોડુ ચડવા દો અને પછી તેમાં ૧ ચમચી હિંગ,૧ ચમચી હળદર અને પછી તેમા આપણે આગળ બનાવેલી લસણ,આદુ મરચા ની પેસ્ટ નાખો અને એને સારી રીતે ચડવા દો.

  4. 4

    ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને ચડવા દો અને ત્યાર બાદ ટામેટાં નાખી ને બરાબર મિક્ષ કરી ને બરાબર ચડવા દો.ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બધા સમારેલા શાક ઉમેરો અને કડાઈ ને ઢાંકી ને ૫-૧૦ મિનીટ સાંતળો

  5. 5

    ૫-૧૦ મિનીટ પછી શાક હલાવી ને તેમાં લાલ મરચું, ધાણાજીરું પાઉડર,અને ગરમ મસાલો નાખી ને જોતા પ્રમાણે પાણી નાખી (જેટલાં પ્રમાણે રસો કરવો હોય એટલું પાણી ઉમેરવું) ને કડાઈ ને ઢાંકી ને તેને ધીમા તાપે ગેસ પર ૧૫-૨૦ મીનીટ સુધી થવા દો.શાક ઉકળી જાય ત્યાર બાદ તેમાં કોથમીર નાખી ને એક બાઉલ મા કાઢો.તો આપણું શાક ત્યાર છે.હવે આપણે ચાપડી બનાવીશું.

  6. 6

    Note: તમે તમારી ઈ્છા અનુસાર લીંબુ નાખી સકો છો

  7. 7

    ચાપડી બનવા ની રીત:

  8. 8

    એક મધ્યમ કથરોટ મા ભાખરી નો જાડો લોટ અને ચણા નો લઈ ને મીક્સ કરો. પછી તેમા એક ચમચી જેટલી અજવાઈન નાખો,એક ચમચી આખુ જીરુ નાખો, ૧/૨ ચમચી હીંગ નાખો, સ્વાદ અનુસાર મીઠું નાખો. પછી તેમાં ૧-૨ ચમચી જેટલું દહીં નાખો, ૧ મોટી ચમચી જેટલું ઘી નાખો અને ૧ મોટો ચમચો તેલ નાખો અને સારી રીતે મીકસ કરી લ્યો.

  9. 9

    પછી તેમા થોડુ થોડુ પાણી મીક્સ કરી ને લોટ બાંધો. લોટ ભાખરી થી થોડો નરમ અને પરોઠા થી થોડો કડક લોટ બાંધો.

  10. 10

    ત્યાર બાદ તેના નાના નાના લુઆ લઈ ને ગુડલા કરી ને હાથે થી દબાવી ને ૩-૪ ઈચ વ્યાસ ની ગોળ ચાપડી બનાવો. બધી ચાપડી આમ બનાવો.

  11. 11

    હવે લોટ થી બનાવેલી ચાપડી ને એક કડાઈ મા તેલ ગરમ કરી ને તળો. જ્યા સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યા સુધી ચાપડી ને તળો. આ રીતે બધી ચાપડી ને તળો. જે થોડી કડક અને અંદર થી નરમ હશે.તૈયાર છે ચાપડી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes