ચાપડી તાવો (Chapdi Tavo recipe in Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ
  1. તાવા માટે
  2. ૧/૨ કપબટાકા સમારેલાં
  3. ૧/૨ કપરીંગણ સમારેલાં
  4. ૧/૨ કપકોબીજ સમારેલું
  5. ૧/૨ કપફલાવર સમારેલું
  6. ૧/૪ કપવટાણા
  7. ૧/૪ કપતુવેર માં દાણા
  8. ૧/૪ કપવાલોર ના દાણા
  9. ૧/૨ કપપાપડી
  10. ૨ ચમચીઆદુ લસણ ખાંડેલા
  11. ૩/૪ કપ ટામેટા અને ડુંગળી ની પેસ્ટ
  12. ૩-૪ મોટી ચમચી તેલ
  13. ૧ ચમચીરાઈ
  14. ૧/૨ ચમચીજીરૂ
  15. ૧/૪ ચમચીહિંગ
  16. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  17. ૧ ચમચીતીખું લાલ મરચું
  18. ૧/૨ ચમચીહળદર પાઉડર
  19. ચામચી ધાણા જીરું પાઉડર
  20. ૧ ચમચીગરમ મસાલો
  21. ૨ કપપાણી
  22. મીઠુ સ્વાદ મુજબ
  23. લીલાં ધાણા
  24. ચાપડી માટે
  25. ૩ કપઘઉં નો મોટો લોટ
  26. ૩-૪ મોટી ચમચી તેલ
  27. ૧ ચમચીજીરૂ
  28. મીઠુ સ્વાદ મુજબ
  29. ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાક ને આ રીતે સમારી ને તૈયાર કરી લેવા.ડુંગળી ટામેટાની પેસ્ટ બનાવી લેવી.અને લસણ આદુ ખાંડી લેવા.આખા ગરમ મસાલા તૈયાર કરી લેવા.એક નાની વાટકી માં મરચું પાઉડર,હળદર પાઉડર,ધાણાજીરૂ,ગરમ મસાલો,મીઠુ લઈ તેમાં પાણી નાખી ને આ રીતે પેસ્ટ તૈયાર કરી લેવી.

  2. 2

    હવે ગેસ પર કૂકર લઈ તેમાં તેલ નાખી ને રાઈ જીરૂ તતડે એટલે હિંગ નાખો.હવે લસણ આદુ ખાંડેલા નાખવા.થોડી વાર પછી ડુંગળી અને ટામેટા ની પ્યુરી નાખી ને મિક્સ કરી લો.એકાદ મિનિટ પછી તેમાં જે મસાલા ની પેસ્ટ તૈયાર કરી હતી તે નાખી ને હલાવી લો.હવે તેને ઉપર તેલ આવે ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે બધા જ શાક કૂકર માં નાખી ને મિક્સ કરી દો.૩-૪મિનિટ એમ જ તેલ માં થવા દો.પછી તેમાં પાણી નાખી ને કૂકર ઢાંકી ને ૨ સિટી વાગવા દો.પછી કૂકર ખોલી ને જોઈ લો કે થયું છે કે નઈ.થોડી વાર એમ જ ઢાંકણ ખુલ્લું રાખી થવા દો.પાણી ની જરૂર હોય તો નાખવું.કેમ કે તાવા માં રસો હોવો જરૂરી છે.પછી ઉકળવા દો.ધાણા નાખી ચાપડી સાથે સર્વ કરો.

  4. 4

    જ્યારે શાક કૂકર પર થતું હોય ત્યાં સુધી ચાપડી બનાવી લેવી.એક વાસણ માં લોટ લઈ તેમાં તેલ,મીઠુ,જીરૂ નાખી ને મિક્સ કરી દેવું.અને કઠણ ભાખરી જેવો લોટ બાંધી દેવો.તેને આ રીતે હાથ વડે જ ગોળ સેફ માં વાળી લેવા.

  5. 5

    હવે ચાપડી ને તેલ માં તળી લેવી.અને ઉતારી ને તાવા સાથે મિક્સ કરી ને સર્વે કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes