અચારી ગુવાર સબ્જી (Achari Guvar Sabji Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#EB
#week5
theme5
#Fam

ઘણા લોકો ગુવારનું નામ પડતા જ મોઢુ બગાડે છે. તે સ્વાદમાં કડવી હોવાથી
ઘણા લોકોને તેનુ શાક નથી ભાવતુ. જો કે ગુવાર ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક અને
અનેક ગુણોથી ભરેલી હોય છે. તેના ફાયદા જાણીને તમે પણ ગુવારનુ શાક
ખાવાની ના પાડતા પહેલા વિચાર કરશો.
શિયાળા ની સીઝન હોય તો શાકભાજી ખાવા ની મજા આવી જાય.પણ જ્યારે
ચોમાસુ અને ઊનાળો હોય ત્યારે ગવાર,ભીંડા અને ટીંડોળા જ આવે છે….
મારા ઘરે બધા એકાંતરે ગવાર નું શાક ખાઈ ને કંટાળી ગયા હતા.હવે કારેલા,
ગલકા,અને પરવળ એ તો કોઈને ભાવે નહિ તો કરવું શું? કેરી નો રસ તો હોય
પણ જોડે શાક તો જોઈ એ જ. એટલે મેં આજે ગવાર ના શાક માં કંઇક નવું
ટવીસ્ટ કર્યું…..પણ હા ગુવારનું શાક જો ટેસ્ટી ખાવું હોય તો તેલ-મસાલા
વાપરવામાં હાથ છુટ્ટો રાખવો એટલે કે કન્જુસાઈ ના કરવી ,,ગુવારના શાક માં
તો તેલમસાલા હોય તો જ સારું લાગે ,,,આપણે ચટપટા અથાણાં તો ખાતા જ
હોય એ છે. અને અથાણા તો બધાને ભાવે.તો ચલો આજે એ અથાણાં ના
મસાલા ને શાકમાં ઉપયોગ કરીને કંઇક નવું શાક બનાવીએ…અથાણાં નો
મસાલો અને શીંગદાણા જોડે શાક ટેસ્ટી બન્યું..તો તમે પણ એ જરૂરથી ટ્રાય કરજો…

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ગવાર
  2. ૧ ચમચીઅથાણાં નો મસાલો(ગોળકેરી નો કોરો મસાલો)
  3. ૩ ચમચીશીંગદાણા ક્રશ કરેલા
  4. ૧ ચમચીતલ
  5. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  6. ૨ ચમચીમરચું
  7. ૨ ચમચીધણાજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીખાંડ
  10. મીઠુ સ્વાદાનુસાર
  11. ૪ ચમચીતેલ
  12. ૧ ચમચીકોપરા નું છીણ
  13. ૧/૨ ચમચીઅજમો
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગવારને ધોઈ નાના ટુકડા કરી લેવા ગવારને કુકર માં ૨ સિટી વગાડી બાફી લેવા. બાફતી વખતે સહેજ મીઠું ઉમેરવું,

  2. 2

    એક બાઉલ માં ૩ ચમચી સીંગદાણાનો ભૂકો,૧ ચમચી અથાણાં નો મસાલો, (ગોળકેરીનો મસાલો કોરો લેવો,મેથિયો સહેજ કડવાશ વધારશે) એક ચમચી કોપરા નું છીણ,એક ચમચી તલ લો. અને આ મસાલો મિક્સ કરી લો.

  3. 3

    હવે એક કડાઈમાં ૪ ચમચી તેલ લો.તેલ ગરમ થાય એટલે તેમાં અજમો,હિંગ,મરચુ અને હળદર એડ કરો.
    ત્યારબાદ તેમાં આપને બનાવેલો મસાલો એડ કરો.તે પછી તેમાં ગવાર એડ કરો.

  4. 4

    હવે તેમાં મીઠું,મરચુ,હળદર, ધાણાજીરું,એડ કરી શાક હલાવી લો. શાક ને પાંચ મિનિટ સાંતળો.ટોપરાની સળી થી ગાર્નિશ કરો. અને પછી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes