દુધી ની ભાજી (Dudhi Bhaji Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
પાંચ જણા માટે
  1. ૫૦૦ ગ્રામ દુધી
  2. ૨ નંગ બટાકા
  3. ૩ નંગ ડુંગળી
  4. ૫ કળી લસણ
  5. લાલ મરચું પાઉડર
  6. હળદર 
  7. ધાણાજીરું
  8. સ્વાદ પ્રમાણે મીઠું 
  9. ગરમ મસાલો
  10. હિંગ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધીને ધોઇને કટકા કરી લેવા અને તેમાં બે બટેટે પણ ધોઇ છોલીને કટકા કરીને કુકર માં બાફવા મુકવા.

  2. 2

    ત્રણ સીટી વગાડવી

  3. 3

    દૂધી બટાકા બફાઈ જાય એટલે મેશરથી મેશ કરી લેવું

  4. 4

    એક કડાઈમાં ત્રણ ચમચી તેલ મુકવું.

  5. 5

    તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી બારીક સમારેલી ડુંગળી સાંતળવી.ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં વાટેલું લસણ નાખવું.

  6. 6

    .લસણ ડુંગળી માં થોડું લાલ મરચું અને હળદર પાઉડર નાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું.

  7. 7

    તેલ છૂટું પડે એટલે દૂધી જે મેશ કરીને રાખેલી હતી તે નાખવી.

  8. 8

    ત્યાર પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.

  9. 9

    થોડીવારમાં તેમાંથી થોડું તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરીને લીલા ધાણા ભભરાવી સર્વ કરવું.

  10. 10

    તૈયાર છે ગરમા ગરમ દૂધી ની ભાજી. ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ (5)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
દૂધી નો ઓળો,બહુ જ સરસ

Similar Recipes