મૂંગફળી ના પુડલા (Peanut Pudla Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#supers
ક્યાંક જોયેલી અને થોડી નવીન લાગી એટલે એ બનાવવા પ્રેરિત થઈ,પુડલા માં નવો ટેસ્ટ ડેવલપ કરવા
આજે ટ્રાય કર્યો..

મૂંગફળી ના પુડલા (Peanut Pudla Recipe In Gujarati)

#supers
ક્યાંક જોયેલી અને થોડી નવીન લાગી એટલે એ બનાવવા પ્રેરિત થઈ,પુડલા માં નવો ટેસ્ટ ડેવલપ કરવા
આજે ટ્રાય કર્યો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ આશરે
૨ વ્યક્તિ માટે
  1. પુડલા માટે...
  2. ૧ વાટકો શીંગ
  3. ૩/૪ વાટકો ચણા નો લોટ
  4. ૧ ડુંગળી
  5. ૧/૨ વાટકો ધાણા
  6. બેઝિક મસાલા માં
  7. મીઠું
  8. ૧ ચમચી મરચું
  9. ૧/૨ ચમચી હળદર
  10. ૧/૨ ચમચી ધાણાજીરું
  11. ૧/૪ ચમચી અજમો
  12. ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ,જોઈતું પાણી
  13. ચટણી માટે...
  14. ૧ ટામેટું
  15. ૧/૪ વાટકો નાળિયેર નું ખમણ
  16. ૩-૪ લાલ સુકા મરચા
  17. ૩ કળી લસણ
  18. કટકો આદુ
  19. ૨ મરચા
  20. લીંબુ નો રસ
  21. ૧/૨ ચમચી જીરું
  22. મીઠું
  23. પ્રમાણસર પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ આશરે
  1. 1

    શીંગ અને લાલ સુકા મરચા ને પાણી મા થોડા ઉકાળી લેવા.ઠંડા પડે એટલે પાણી નિતારી મરચા કાઢી નાખી શીંગ ને પાણી નાખી મિક્સર માં વાટી લેવી..

  2. 2

    એક બાઉલ માં મિક્સર કાઢી તેના ચણા નો લોટ,કાપેલી ડુંગળી,ધાણા,તથા સ્વાદ પ્રમાણે મીઠું,મરચું,હળદર,ધાણાજીરું, જીરું,આદુ મરચા ની પેસ્ટ અને પ્રમાણસર પાણી નાખી ખીરું તૈયાર કરવું.

  3. 3

    તવી ને ગ્રીસ કરી બેટર માંથી ૨ ચમચા લઈ પાથરવું,બંને બાજુ સરસ ચડવા દેવું..

  4. 4

    ચટણી માટે..મિક્સર જાર માં કાપેલા ટામેટા,લાલ મરચાં,નાળિયેર નું ખમણ, લસણ,આદુ,લીલા મરચા,મીઠું,લીંબુ નો રસ,જીરું અને થોડું પાણી નાખી ચટણી બનાવી લેવી..

  5. 5

    ડિશ માં પુડલો અને ચટણી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes