ઈદડા (Idada Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાડકીબોઈલ ચોખા
  2. 1 વાડકીઅડદની દાળ
  3. 2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  4. 2 ચમચીઆદુની પેસ્ટ
  5. 1/2 ચમચીખાવાનો સોડા
  6. 1/2 વાડકીદહીં
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 2-3 ચમચીતેલ
  9. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ ને મિક્સર જારમાં કરકરુ દળી લેવુ.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં એક કપ પાણી લઈ તેમાં બે-ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટલે લોટમાં તેલનું મોણ નાખી ખાવાનો સોડા અને ગરમ કરેલું પાણી ઉમેરી મિક્સ કરવું અને પછી થોડું ઠંડુ પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરવું

  3. 3

    ત્યારબાદ તૈયાર કરેલા ખીરાને ૩ થી ૪ કલાક માટે ઢાંકણ ઢાંકી આથો આવવા દેવો. આથો આવ્યા બાદ તેમાં મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ અને મીઠું નાખવુ. ત્યારબાદ ઇદડા ના કુકરમાં પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થઇ જાય એટલે ઈદડા ની થાળીમાં તેલ લગાવી ખીરું પાથરી ઉપર તલ નાખી દસ મિનિટ માટે મૂકો

  4. 4

    પછી કુકર માંથી થાળી કાઢી લેવી ઠંડુ થાય એટલે કાપા પાડી લઈ પીસ કરવા અને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes