ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#EB
#week6
theme6
#Fam

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5મોટા બટાકા છાલ ઉતારેલા
  2. તળવા માટે તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. મરી પાઉડર
  5. લાલમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ધોઈ ચાલ ઉતારી લ્યો અને અડધા ઇંચ જાડા ટુકડામાં કાપી અને પછી સ્ટ્રીપ્સ માં કાપી લો.
    આ ચિપ્સ ને બે થી ત્રણ વાર પાણીમાં ધોઈ લ્યો,વધારાનો સ્ટાર્ચ નીકળી જશે,
    પાણીમાં ડુબાડેલી રાખો,નહિતર કાળી પડી જશે,

  2. 2

    એક વાસણ માં પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકળે એટલે તેમાં કાપેલી ચિપ્સ ને નાખી દોઅને ૧ મિનિટ માટે ઉકળવા દો.
    હવે ચિપ્સ ને ગરમ પાણી માંથી કાઢી લો અને કોરા કપડાં વડે બધી ચિપ્સ ને કોરી કરી લો.

  3. 3

    હવે આ ચિપ્સ ને ઝીપ લોક બેગ માં ભરી લો અને તેમાં થી વધારા ની બધી હવા કાઢી લો.
    તેને ઓછા માં ઓછા ૪-૫ કલાક માટે ફ્રિઝર માં મુકો

  4. 4

    ફ્રિઝર માંથી બહાર કાઢો અને ધીમા ગેસ પર ગરમ તેલ માં ક્રિસ્પી અને આછા સોનેરી રંગ ની થાય ત્યાં સુધી તળો.
    હવે તેને તેલ માંથી બહાર કાઢો અને તરત જ મીઠું મરી મરચું ભભરાવો.
    મેયોનીઝ ડીપ અથવા કેચઅપ સાથે સર્વ કરો

  5. 5

    આ રીતે બેગ બનાવી અને લાંબો સમય પણ ફ્રીઝર માં રાખી શકો છો. આ ચિપ્સ ૬ મહિના સુધી સારી રહે છે. એટલે જયારે પણ સમય હોય ત્યારે આવી રીતે કરી ને ફ્રીઝર માં મૂકી દેવી. પછી જયારે વાપરવી હોય ત્યારે ફ્રીઝર માંથી કાઢી ને તરત તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes