આલુપુરી (alupuri Recipe in Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 કપસૂકા સફેદ વટાણા
  3. 1 નંગબટાકુ
  4. 1 કપકોકમ ની ચટણી
  5. 1 કપલીલી ચટણી
  6. 1 કપનાયલોન સેવ
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીજીરૂ
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 2 ચમચીબેસન
  12. 1 નંગકાંદો
  13. કોથમીર ગાર્નિશિંગ માટે
  14. મીઠું સ્વાદ મુજબ
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સૂકા વટાણા અને ૬ થી ૮ કલાક માટે પલાળી રાખો.

  2. 2

    વટાણા પલડી જાય એટલે તેને કુકરમાં નાખી સાથે તેમાં બટાકાના ટુકડા, હળદર, મીઠું અને બેસન ને પાણીમાં ઓગાળીને નાખી મિક્સ કરી કુકરની ચાર થી પાંચ સીટી વગાડવી.

  3. 3

    હવે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં જીરૂ,હિંગ,લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો નાખી સાંતળી લેવું. પછી તેમાં બટાકા અને વટાણા નો રગડો ઉમેરો અને તેમાં જરૂર હોય તે મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ગેસ ઉપર દસ મિનિટ માટે રાખો.

  4. 4

    એક બાઉલમાં મેંદો મીઠું અને ૧ ચમચી તેલનું મોણ નાખી મિક્સ કરી પાણીથી રોટલી જેવી કણક બાંધી લેવી પછી તેની તેલનું મોણ દહીં લોટ ને કુણવી લેવો.

  5. 5

    લોટનો લુવો લઇ પાતળી રોટલી વણવી પછી નાની વાટકીની મદદથી નાની નાની પૂરી ને કટ કરી લેવી. તે પૂરી ને ગરમ તેલમાં તળી લેવી. તેને લાલ કરવાની નથી પણ બસ બંને બાજુ તળી કાઢી લેવી.

  6. 6

    હવે સર્વિંગ પ્લેટમાં પૂરી મૂકો તેની ઉપર રગડો નાખો. તેની ઉપર કોકમની ચટણી, લીલી ચટણી, કાંદો,સેવ અને કોથમીર નાખી પૂરીને તૈયાર કરી લેવી. આ તૈયાર આલુપુરી ને સર્વ કરવી.(ચીઝ પણ નાખી શકાય છે).

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes