ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પોલો કલાક
બે લોકો માટે
  1. બહારનું પળ બનાવવા માટે
  2. 750 ગ્રામ બાફેલા બટાકા
  3. 3 ચમચીઆરાલોટ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. અંદર નું સ્ટફિંગ બનાવવા માટે
  6. 2 વાડકીશેકેલા સિંગદાણાનો ભૂકો
  7. ૧ કપતાજી કોથમીર
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. 1 ચમચીસાકર
  10. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 ચમચીવરિયાળી
  12. 2 ચમચીલાલ કિસમિસ
  13. સ્વાદ મુજબ મીઠું
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

પોલો કલાક
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં શેકેલા શીંગદાણા કોથમીર આદુ મરચાં નાખીને અધકચરું ક્રશ કરી લો ત્યારબાદ એક બાઉલમાં લઈ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો અને બરાબર મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ બહારનું પડ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટેટાનો છૂંદો આરાલોટ અને મીઠું નાખી બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ તેને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો

  3. 3

    ત્યાર બાદ બટાકા નો ગોળો વાળી હાથેથી દબાવીને એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી લો અને તેના ગોળા વાળી લો

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી ગોળાને આરા લોટમાં રગદોળીને બધી બાજુથી તેલમાં ગોલ્ડન રંગની તળી લો

  5. 5

    તો હવે આપણી ગરમા-ગરમ ટેસ્ટી ફરાળી પેટીસ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ફરાળી ચેવડો અને બટેટાની વેફર સાથે સર્વ કરો તમે આ પેટીસ ને દહીં અથવા ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes