જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ ઢોસાનું ખીરું
  2. ૧/૨કોબી જ લાંબી સમારેલી
  3. ૧/૨કેપ્સીકમ ઝીણું સમારેલું
  4. ડુંગળી ઝીણી સમારેલી
  5. ૨૦૦ ગ્રામ ખમણેલું ચીઝ
  6. કોથમીર ગાર્નિશ માટે
  7. ૧૦૦ ગ્રામ અમુલ બટર
  8. ૧૦૦ ગ્રામ પાઉભાજી મસાલો
  9. ૫-૬ ચમચી 🥄 સેઝવાન સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કોબીજ, ડુંગળી, કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા અને ચીઝ ખમણેલું તૈયાર કરી લેવું.

  2. 2

    પછી ઢોસાનું ખીરું લઇ તેમાં થોડું પાણી નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી લેવું. ગેસ પર નોન સ્ટીક તવી મૂકી ગરમ થાય એટલે તેમાં પાણી છાંટી કપડાં થી તવી ને લુઈ લેવી અને ઢોસા નુ ખીરુ ચમચાની મદદથી ગોળ ગોળ ફેરવતા જવું અને પાતળું પાથરી લેવું. પછી તેના પર બટર લગાવવુ.

  3. 3

    ત્યારબાદ તેની ઉપર 1/2 ચમચી સેઝવાન સોસ અને પાવભાજી મસાલો નાખી ચમચીની મદદથી આખા ઢોસા ઉપર સ્પ્રેડ કરી દેવું. પછી તેમાં ડુંગળી, કોબીજ, કેપ્સિકમ અને કોથમીર ઉમેરવા. ગેસ નો તાપ મીડીયમ રાખવો જેથી ઢોસો બળી ન જાય અને એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય.

  4. 4

    ત્યારબાદ ઢોસા ઉપર ખમણેલું ચીઝ ભભરાવવું અને બે મિનિટ પછી ઢોસાનો રોલ વાળી અને ઉતારી લેવો. પછી તેને ચપ્પુની મદદથી રોલ શેપમાં કટ કરી લેવા.

  5. 5

    ત્યારબાદ જીની ઢોંસા ને સર્વિંગ પ્લેટ મા લઈ આ રીતે ઉભા રાખી દેવા બધા રોલ્સ અને પછી તેની ઉપર ચીઝ ભભરાવી દેવું અને ગરમાગરમ સંભાર સાથે જેની ઢોસા સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes