દૂધી નાં મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો
  1. ર કપ ઘઉંનો લોટ
  2. ૧ ચમચીચણાનો લોટ
  3. ૧ કપછીણેલી દૂધી
  4. ૧ ચમચીલસણની પેસ્ટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરુ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૪ ચમચીખાવાનો સોડા
  10. ૧ ચમચીલીંબુનો રસ
  11. ૧/૨ ચમચીખાંડ
  12. પાવળું તેલ
  13. વધાર માટે :
  14. ૧ ચમચીરાઈ
  15. ૧ ચમચીજીરૂ
  16. ૧/૪ ચમચીહિંગ
  17. ર પાવળા તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંન્ને લોટ લઇ તેમાં બધાં જ મસાલા તેમજ મીઠું ઉમેરી દો.

  2. 2

    હવે તેમાં તેલ અને સોડા ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી દો.

  3. 3

    થોડું ઢીલું રાખવું તેને લાંબાં મૂઠીયા વાળી ચારણીમાં મૂકી દો.

  4. 4

    એક લોયા કે સ્ટીમરમાં પાણી મૂકી તેમાં કાઠો મૂકી મૂઠીયાની ચારણી મૂકી ઢાંકી દો.

  5. 5

    20 મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી લો. બફાય ગયા હોય તો ગેસ બંધ કરી થોડીવાર ઠંડા થવા દો. તેનાં ગોળ ક્ટકા કરી લો.

  6. 6

    એક કડાઈમા તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં રાઈ - જીરૂ ઉમેરી તે તતડે એટલે હિંગ નાખી મૂઠીયા ઉમેરી દો.

  7. 7

    5 મિનિટ ધીમાં તાપે થવા દો. ગેસ બંધ કરી ગરમા ગરમ ચા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes