જામનગર ની સૂકી કચોરી (Jamnagar Suki Kachori Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

જામનગર ની સૂકી કચોરી (Jamnagar Suki Kachori Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 ચમચીવરિયાળી
  2. 1 ચમચીજીરૂ
  3. 1 ચમચીધાણા
  4. 3 ચમચીતલ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 2 ચમચીખાંડ
  7. 1/2 વાટકીનાની તળેલી મગની દાળ
  8. 1/2 વાટકીનાની ગાઠીયા
  9. જરૂર મુજબ મીઠું
  10. જરૂર મુજબ તેલ
  11. 2 ચમચીકાશ્મીરી મરચુ
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧/2 નાની ચમચી હીંગ
  14. 2 ચમચીકાજુના ટુકડા
  15. 2 ચમચીકીસમીસ
  16. 2 ચમચીઆમલીનો પલ્પ
  17. 1 ચમચીતલ સ્ટ ફિગ મેટલ
  18. 1 ચમચીલિલી વરિયાળી સ્ટફિગ માટે
  19. 1 કપમેંદો
  20. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બાઉલમાં મેંદો લઈ બે ચમચી ઘી અને ચપટી બેકિંગ પાઉડર નાખી હલાવી લ્યો મીઠું નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાધી લ્યો

  2. 2

    પેન માં ધાણા,જીરું,વરિયાળી ને ધીમા તાપે સેકો પછી તેમાં તલ નાખી હલાવી લ્યો સેકાય જાય એટલે ગેસ બંધ કરી દયો

  3. 3

    જાર માં સેકેલો મસાલો અને ખાંડ નાખી ક્રશ કરી લો ફરી જારમાં મગની દાળ અને ગાઠીયા નાખી ક્રશ કરી લો

  4. 4

    બાઉલ મા ક્રશ કરેલ મસાલો અને ક્રશ કરેલ ફરસાણ નાખી ગરમ મસાલો,મીઠું,મરચુ,વરિયાળી,તલ,હીંગ,હળદર,કાજુ ટુકડા,કીસમીસ, અને આમલીનો પલ્પ નાખી હલાવી લ્યો જરૂર પડે તો એકાદ ચમચી પાણી નાખી હલાવી લ્યો

  5. 5

    લોટ મસળી પૂરી જેવો લુવો કરી હાથેથી પૂરી કરી વાટકી જેવું કરી મસાલાનો ગોળો મૂકી બંધ કરી ઉપરથી વધારા નો લોટ લઈ લેવો અને ગોળ કચોરી વાળી લ્યો

  6. 6

    તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તળવા નાખો ધીમા તાપે ગુલાબી તળી લ્યો

  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ જામનગર સૂકી કચોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes