રસાદાર ખટમીઠા ભાત ને ક્રિસ્પી ભાખરી

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#cookpad India
#cookpad Gujarati
#વધારેલા ભાત ને ક્રિસ્પી ભાખરી
અમારા કાઠિયાવાડ નું ફેવરીટ ભોજન છે કદાચ ભાખરી ન હોય તો પણ એકલો વધારેલો છાસ વાળો ભાત હોય તો જામો જામો પડી જાય હો બાકી ત્યારે લો શેર કરું છું my favourite 😋👌 ભોજન 😋😋🤗

રસાદાર ખટમીઠા ભાત ને ક્રિસ્પી ભાખરી

#cookpad India
#cookpad Gujarati
#વધારેલા ભાત ને ક્રિસ્પી ભાખરી
અમારા કાઠિયાવાડ નું ફેવરીટ ભોજન છે કદાચ ભાખરી ન હોય તો પણ એકલો વધારેલો છાસ વાળો ભાત હોય તો જામો જામો પડી જાય હો બાકી ત્યારે લો શેર કરું છું my favourite 😋👌 ભોજન 😋😋🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીભાત (સવાર ના)
  2. ૧ ટે સ્પૂનહળદર
  3. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  4. ૧ ટે સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  5. ૧ ટે સ્પૂનતેલ
  6. ૧ ટે સ્પૂનરાઈ
  7. ૧ ટે સ્પૂનજીરું
  8. ૧ ગ્લાસખટમીઠી છાશ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ભાખરી માટે
  11. જાડો ધઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં આદું મરચાં ની પેસ્ટ સાંતળો પછી તેમાં એક ચમચી હળદર પાઉડર ને છાસ નાખી બરાબર હલાવી લો

  2. 2

    ભાત ને છુટ્ટો પાડી દો હવે પાણી માં બધો મસાલો એડ કરો ને ધીમા તાપે થવા દો એક ઉભરો આવે પછી તેમાં ભાત નાખી દો

  3. 3

    ધીમા તાપે થવા દો થોડો ધટ્ટ થાય પછી નીચે ઉતારી લો

  4. 4

    હું ભાખરી માટે ધઉં નો જાડો લોટ લઉં છું તેમાં ૨ ટે સ્પૂન તેલ નું મોળ આપી તેમાં ચપટી મીઠું નાખી સહેજ કઠણ લોટ બાંધી તાવડી માં સેકો (હુ માટી ની તાવડી માં જ ભાખરી કરું છું બહુ મીઠી થાય છે) આગળ પાછળ બ્રાઉન થાય ત્યાં સુધી સેકો

  5. 5

    પછી નીચે ઉતારી લો ને ગરમા ગરમ રસીલા ભાત સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે હો 😋😋🤗
    એક વખત ખાઈ ને કૉમેન્ટ જરૂર કરજો 😊🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes