મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB9
#week9
#છપ્પન ભોગ ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાસમતી ચોખા
  2. 1 ટી સ્પૂનતેલ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 15 નંગવેજ મંચુરિયન બોલ્સ
  5. 2 ટેબલ સ્પૂનતેલ
  6. 2 ટેબલ સ્પૂનચીલી-જીંજર- ગાર્લિક પેસ્ટ
  7. 1 કપસમારેલી કોબીજ
  8. 1/2 કપસમારેલું કેપ્સીકમ
  9. 1/2 કપસમારેલો લીલા કાંદા નો સફેદ ભાગ
  10. 1/4 કપસમારેલો લીલા કાંદા નો લીલો ભાગ
  11. 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  12. 1 ટી સ્પૂનરેડ ચીલી સોસ
  13. 1 ટી સ્પૂનગ્રીન ચીલી સોસ
  14. 1 ટી સ્પૂનસોયાસોસ
  15. 1 ટી સ્પૂનવિનેગર
  16. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈ ને 30 મિનિટ માટે પલાળી દેવા. પછી તેને ઉકળતા પાણીમાં મીઠું ઉમેરીને બાફી લેવા.

  2. 2

    હવે એક કડાઈમાં ફાસ્ટ ગેસ પર તેલ ગરમ કરી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ ઉમેરી સાંતળો. પછી તેમાં ચીલી- જીંજર- ગાર્લિક ની પેસ્ટ ઉમેરી સાંતળો.

  3. 3

    પછી તેમાં કોબીજ અને કેપ્સિકમ ઉમેરી સાંતળો. પછી તેમાં મીઠું, મરી પાઉડર, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને વિનેગર ઉમેરી મિક્સ કરી લેવું.

  4. 4

    પછી તેમાં મંચુરીયન બોલ્સ અને રાંધેલા ભાત ઉમેરીને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી લેવો. અને છેલ્લે તેમાં લીલા કાંદા નો લીલો ભાગ ઉમેરી બરોબર મિક્સ કરી ગરમાગરમ મંચુરિયન રાઈસ ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes