પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ ટેબલ સ્પૂનસુકા ધાણા
  3. સુકા લાલ મરચાં
  4. ૧ ટેબલ સ્પૂનવરિયાળી
  5. ૧ ટેબલ સ્પૂનજીરું
  6. ૧ ટીસ્પૂનમરી
  7. ૧ ટુકડોતજ
  8. ૧/૨ કપકેપ્સિકમના ટુકડા
  9. ૩ નંગટામેટા
  10. ૩ નંગડુંગળી
  11. ૧ ટેબલ સ્પૂનઆદુ ની પેસ્ટ
  12. ૪_૫ કળી લસણ
  13. ૧ ટીસ્પૂનકસુરી મેથી
  14. ૩ ટેબલ સ્પૂનતેલ
  15. ૧ ટીસ્પૂનઘી
  16. ૧ ટેબલ સ્પૂનતાજી મલાઈ
  17. મીઠું આવશ્યકતા અનુસાર
  18. ૧ ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચાં પાઉડર
  19. ૧/૨ ટીસ્પૂનહળદર
  20. ૧ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાંમાં તમામ સુકા મસાલા શેકી લો. હવે ઠંડા પડે એટલે મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. એ જ પેનમાં તેલ મૂકી અને કાજુ ક્રિસ્પી સાંતળી લેવા.

  2. 2

    ફરીથી એ જ પેનમાં પનીરને ગોલ્ડન કલર નું સાંતળી લેવું.

  3. 3

    હવે ફરીથી એ જ તેલમાં કેપ્સિકમના ચોરસ ટુકડા સાંતળી લેવા. ડુંગળીને સમારીને લેવી.

  4. 4

    હવે એ જ પેનમાં લસણ અને ડુંગળી બંને સાંતળી લેવા. તેને એક પ્લેટમાં કાઢી લઇ અને પછી ટામેટા સાંતળી લેવા. હવે મિક્સરમાં ટામેટા, ડુંગળી, લસણ અને કાજુની પેસ્ટ બનાવી લેવી.

  5. 5

    ફરીથી નોનસ્ટીક ઘી એડ કરી પેનમાં ૧ ડુંગળી ના ચોરસ ટુકડા કરો અને સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ એડ કરી તૈયાર કરેલ સૂકા મસાલાનો પાઉડર તથા આદુ ની પેસ્ટ એડ કરો. ૩ થી ૪ મિનીટ માટે સાંતળી અને તેમાં તૈયાર કરેલ પેસ્ટ એડ કરો. ગેસ ની ફલેમ મીડીયમ રાખવી. હવે તેમાં કાશ્મીરી લાલ મરચાં પાઉડર, મીઠું, હળદર એડ કરો.

  6. 6

    હવે સ્લો ફલેમ પર તેમાં મલાઈ એડ કરી મિક્સ કરી તેને પાંચથી છ મિનિટ ઢાંકીને મૂકી રાખો. હવે તેમાં તેલ છૂટું પડવા લાગશે. ત્યારે તેમાં પનીર એડ કરો. કસૂરી મેથી નાંખી મિક્સ કરો. હવે ગેસ ઓફ કરી ઉપર ધાણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes